Abtak Media Google News

ન્યૂયોર્કનાં અભ્યારણ્યમાં વાઘને કોરોનાં પોઝીટીવ આવતા ગુજરાતનું વન તંત્ર સફાળુ જાગ્યુ: પ્રાણીઓમાં રોગચાળો ન ફેલાઇ તે માટે તંત્ર સચેત થયું

તાવ, શરીરમાં દુખાવો વહેતી નાક, આળસ અને ફલુ અને મોસમી બુખારના લક્ષણો અત્યારે માત્ર માનવીઓ માટે જ નહિ પરંતુ પ્રાણી જગત માટે પણ ચિંતાનો વિષય બન્યું છે.

ન્યુર્યોકની બ્રોનકસ ઝુમાં રહેલા વાઘ ને તંત્રની તકલીફ સાથે જોડાયેલા નોવલ કોરોના વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝીટીવ આવતા ગુજરાતનું વન તંત્ર સફાળુ જાગી ચુકયું છે. અને ગુજરાતના એશિયાટીક સિંહોમાં રોગચાળો ન ફેલાય તે માટે સચેત બન્યું છે.

બિલાડી કુળના સિંહ સહિતના વન્ય પ્રાણીઓમાં ભયના લક્ષણો ચિંતાજનક ગણી શકાય ધારીના અભ્યારણમાં અગાઉ બારેક જેટલા સિંહોમાં તાવના લક્ષણો જેવી સ્થિતિમાં થયેલા મૃત્યુએ સિંહ સરક્ષણ માટે કામ કરતાં અધિકારીઓ માટે ચિંતાજનક બની છે જો કે હજુ સુધી ધારીના જંગલમાં મૃત્યુ પામેલા સિંહોમાં મોતનું નિશ્ર્ચિત કારણ બહાર આવ્યું નથી અને તપાસ ચાલી રહી છે. ૨૦૧૮ માં ર૯ જેટલા સિંહોના મૃત્યુ પાછળ ટીક બોન્ડ બેલી સીઓસીસ અને કેનિન ડિરટેમ્પર વાયરસ સી.ડી.વી. ના કારણે બે મહિનામાં જ ર૯ મૃત્યુ થયા હતા. અમરેકિાના ન્યુયોકની બોનકસ પ્રાણી સંગ્રાલયમાં માનવીમાંથી પ્રાણીઓમાં રોગચાળાનો આ સંક્રમણ પ્રથમવાર સામે આવ્યો છે. તેના પગલે ગુજરાતનું વન વિભાગ એશિયાટીક સિંહોને આ મહા ભયાનક સંક્રમણથી બચાવવા માટે શકય તમામ પગલાઓ માટે કમર કસી રહ્યું છે. જો કે ગુજરાતના સિંહોમાં કોવિડ-૧૯ ના સંક્રમણની જંગલમાં વસવાટને કારણે શકયતા ઓછી છે. ન્યુયોર્કમાં તો આ વાઘ સંગ્રાલયમાં રહેતો હતો.

સિંહો અને માનવીઓના સંપર્ક ખુબ જ સુરક્ષિત અંતરે હોવાથી બુનકસ જેવી શકયતા અહીં રહેલી નથી.

સાવચેતીના ભાગરુપે જુનાગઢની સકકરબાગ ઝુમાં રહેલા એશિયાટીક સિંહોને સતત ઓબ્વેશનમાં આપીને કોઇપણ પ્રાણીને નાક વહેવાની સમસ્યા કે જરાપણ ઉઘરસ દેખાય તો તેને ત્વરીત સારવારમાં લેવાના આદેશો આપ્યા હોવાનું જુનાગઢના મુખ્ય વન સુરક્ષક ડી. વસાવડાએ જણાવ્યું હતું મે સિંહને જરાપણ તબીયતમાં તકલીફ થાય કે શરદી કે ઉઘરસ થાય તો તે પોતે જ પોતાની મેળે એકાંતવાસમાં ચાલ્યો જઇને શરીરમાં કંઇ તકલીફ હોવાના સંકેતો આપી દે છે.

માણસોની જેમ જ સિંહપણ બિમારી કે તબીયતમાં કોઇપણ પ્રકારની તકલીફ અનુભવે તો ખાવા પીવાનું છોડી દે છે અને સ્વૈચ્છાએ ઉપવાસ શરુ કરી દે છે જેનાથી કંઇક અજુગતુ થયાનું સંકેત મળી જાય છે તેમ વસાવડાએ જણાવ્યું હતું.

એશિયાટિક સિંહોની દેખભાળ અને મોનીટરીંગ  અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારની સાંજ થી જ તમામ વન્ય પ્રાણઓ તપાસની જરૂર પડશે તો તેને તાત્કાલીક કોરોનરાઇન કરી લેવામાં આવશે.

બીટગાર્ડને કોઇપણ પ્રાણીની વર્તુણુંકમાં ફેરફાર લાગે તો તાત્કાલીક જાણ કરવાની સુચના આપી દીધી છે. સામાન્ય રીતે બીટગાર્ડને પ્રાણીઓના વર્તુણુંકના સંકેત મળી જાય છે. બિમાર પ્રાણીની વર્તુણુંક બદલી જાય છે અને તેમની ચામડીનો રંગ બદલી જાય છે અને બિલાડી કુળના સિંહના શરીરે ચાંદા દેખાવા લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.