Abtak Media Google News

ગોંડલ રોડ પર મારૂતી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્યોર ફૂડસ પેઢીના જયેશ બી.રાદડીયા દ્વારા રૂટ્સ બેરી ક્ન્સેપ્ટ પ્રા.લી.ના નામે વેંચાતુ હતું  કોરોના હર્બલ જ્યુસ: ૮ લાખથી વધુની કિંમતનો જથ્થો સીઝ કરાયો

વૈશ્ર્વિક મહામારી કોરોના નાથવા માટે બે મહિના માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન માનવતા મહેકી ઉઠી હતી તો બીજી તરફ અમુક લોકો આફતમાં પણ નફાખોરીની લાલસા રાખતા હોય છે. શહેરના ગોંડલ રોડ પર રૂટ્સ બેરી ક્ન્સેપ્ટ પ્રા.લી. માલીક જયેશ બી.રાદડીયા દ્વારા ગોવિંદ-૯૦ના છેતરામણા શબ્દો અને જાહેરાત દ્વારા કોરોના હર્બલ જ્યૂસનું વેંચાણ કરવામાં આવતું હોવાનું ફરિયાદ મળતા આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આ જ્યુસનું વેંચાણ બંધ કરાવી રૂા.૮ લાખની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

8F085231 85F3 45Df A5A9 00093Efbde64

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર મારૂતી ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટ વિસ્તારમાં રૂટ્સ બેરી ક્ન્સેપ્ટ પ્રા.લી.ના નામે પ્યોર ફૂડ પેઢીના માલીક જયેશભાઈ બી.રાદડીયા દ્વારા જુદી જુદી હર્બલ, કોન્સ્મેટી, આયુર્વેદીક કેમીકલ પ્રોડકટનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે ચકાસણી દરમિયાન કોઈપણ પ્રકારના નિયમોના પાલન કે, જરૂરી લાયસન્સ વગર તમામ પ્રોડકટનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હોવાનું પકડાયું હતું. પ્યોર ફૂડ દ્વારા પર્ણકુટી સોસાયટી નાના મવા રોડના એડ્રેસનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલ હતું. રજિસ્ટ્રેશનમાં હર્બલ જ્યુશ કે ખાદ્ય સામગ્રીનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તપાસ દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે, ઉત્પાદન સ્થળ પર ફૂડ લાયસન્સ કે પ્રોડકટ માટે એપ્રુવલ મેળવવામાં આવી ન હતી.  ગોવિંદ-૯૦ યુમીસ્ટ હર્બલ જ્યુશનું વેંચાણ કરી કોરોનામાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા. આ પ્રોડકટ કે દવા પ્રોડકટ નથી. કોવિડ-૧૯ના બદલે ગોવિંદ-૯૦નો છેતરામણા શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.  બોક્ષ ઉપર કોરોના વાયરસનો ફોટો દર્શાવેલ હતો. આ જ્યુસ ફૂડ પ્રોડકટ કે દવા અંગે કોઈ સ્ટાડર્ડ ધરાવતા ન હતા કે ડ્રગ્સના નિયમોનું પણ પાલન કરવામાં આવતું ન હતું. બોક્ષ ઉપર અરોગ્ય વિષયક જે જાહેરાત હતી કે મીસ લીડીંગ છે. પ્રોડકટની કિંમત રૂા.૫૯૦ દર્શાવવામાં આવી હતી અને પ્રોડકટના માર્કેટીંગ માટે સોશિયલ મીડિયા પર જાહેરાત પણ કરવામાં આવતી હતી. હાલ કોરોનાની મહામારીમાં છેતરામણી જાહેરાત દ્વારા કરવામાં આવતા હર્બલ જ્યુસનું વેંચાણ બંધ કરી દેવામાં આવ્યું છે અને રૂા.૮ લાખનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે. એફએસએસએઆઈ ૨૦૦૬ની કલમ ૫૩ મુજબ આવી મીસ લીડીંગ હોય તો ઉત્પાદન પેઢીને રૂા.૧૦ લાખ સુધીનો દંડ પણ ફટકારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.