Abtak Media Google News

કોરોના મહામારીને કારણે દેશભરમાં શૈક્ષણિક કાર્ય ઠપ થઇ ગયું હતું. ત્યારે હવે, મોટાભાગના રાજ્યોમાં ધીમે ધીમે શાળાઓ પુન: ખોલી દેવામાં આવી છે. આશરે 300 દિવસ શાળા-કોલેજો બંધ રહ્યા બાદ ગત 11મી જાન્યુઆરીથી ગુજરાતમાં સરકારી ગાઈડલાઇન મુજબ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ફરી શરૂ કરી દેવાયું છે. આ વચ્ચે કોરોનાએ કહેર વરસાવતા જૂનાગઢના કેશોદમાં એક સાથે 11 વિદ્યાર્થીનીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ ઘટનાને પગલે તંત્ર ઊંધેકાંધ થયું છે.

Screenshot 2 14

 

કેશોદની કે.એ. વણપરિયા વિનય મંદિરમાં તમામ વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી હોસ્ટેલની 3 અને શહેરની 8 એમ કુલ મળી 11 વિદ્યાર્થીનીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સમાચારની જાણ થતાં જ અર્બનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

76047Bed E80C 4602 8Ca0 12560A0A319B 1

 

આ ઘટનાને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈ પ્રશ્નો ઉઠ્યા છે. તો દેશનું ભાવિ ગણાતા એવા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા સંચાલકો અને તંત્રે વધુ ગંભીર બની પગલાં લેવા પડશે. આ સાથે વિદ્યાર્થીઓએ પણ કાળજી રાખવી અને ફરજિયાત માસ્ક પહેરી, સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી નિયમો જાળવવાની એટલી જ જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.