Abtak Media Google News

*કટલેટને ક્રિસ્પી બનાવવી હોય તો તેમાં જરૂર મુજબ ટોસ્ટને ક્રશ કરી તેનો ભૂકો કટલેટના મિશ્રણમાં મિક્સ કરવાી કટલેટ ક્રિસ્પી બનશે અને કદાચ મિશ્રણમાં પાણી રહી ગયું હશે અને ઢીલી હશે તો પણ ભાંગી જશે નહીં.

*ઘીને લાંબા સમય સુધી સાચવી રાખવું હોય તો જે ડબ્બામાં ઘી ભરવાનું હોય તેમાં પહેલાં થોડી ખાંડ ભભરાવવાી ઘીનો સ્વાદ જળવાઈ રહેશે.

*મરચું, હળદર કે ધાણાજીરું જેવા રસોઈ માટેના કોઈ પણ મસાલા તાજા રાખવા માટે મસાલાની બરણીમાં હિંગનો ટુકડો અવા આખા મીઠાના ટુકડા મૂકવાી મસાલા તાજા પણ રહેશે અને જીવાત પણ નહીં પડે.

*બટાકાને બાફયા પછી તેનો રંગ થોડો શ્યામ થઈ જાય છે. બટાકા બાફતી વખતે તેમાં લીંબુના રસનાં થોડાંટીપાં ઉમેરવાી બટાકાનો સફેદ રંગ જળવાઈ રહેશે.

*કારેલાંનું શાક કડવું ન લાગે અને વધુ સ્વાદિષ્ટ લાગે તેના માટે કારેલાં સમારીને આખી રાત તેને દહીંમાં પલાળી રાખો. કારેલાંનું શાક સ્વાદિષ્ટ અને મીઠું લાગશે.

*કેળાંની ચિપ્સ બનાવતી વખતે કાળી ન પડી જાય તે માટે ચિપ્સ બનાવીને તેને હળદર અવા છાશમાં પલાળવી. ત્યારબાદ જરૂર પડે તળી લેવી. ચિપ્સનો કલર એવો જ જળવાઈ રહેશે અને કાળી નહીં પડે.

*શાકનો વઘાર કરતી વખતે તેલના છાંટા ન ઊડે તે માટે તેલ ગરમ થાય એટલે તેમાં હળદર નાખો. શાકમાં હળદર બરાબર મિક્સ થશે અને તેલના છાંટા પણ નહીં ઊડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.