Abtak Media Google News

ગ્રીનહાઉસ અસર ઓછી કરી પૃથ્વીનું તાપમાન ઘટાડવા ડો.રેડ્ડી લેબોરેટરીના સીબીટીઆઈ સાથે કરાર: વર્ષ ૨૦૩૦ સુધીમાં પૃથ્વીનું તાપમાન ૧.૫ ડિગ્રી ઘટાડવાનો લક્ષ્યાંક

ઈલેકટ્રોનિકસ ઉપકરણોના ઉપયોગથી માનવજીવન સરળ તો બન્યું પણ પર્યાવરણને તેનાથી મોટું નુકસાન: છેલ્લા ૧૫ વર્ષમાં ગ્રીનહાઉસ ગેસોમાં ૪૦ ગણો વધારો

આજના આધુનિક યુગમાં ઈલેકટ્રોનીક ઉપકરણોનો ઉપયોગ ખુબ વઘ્યો છે. મોબાઈલ ફોન, ટેલિવિઝન, કોમ્પ્યુટર અને એર કંડિશનર જેવા ઉપકરણોએ આપણું વ્યવહારુ જીવન સરળ તો બનાવ્યું છે પરંતુ આ ડિવાઈસીઝથી આપણા પર્યાવરણને ખુબ મોટુ નુકસાન પહોંચી રહ્યું છે જેની ભરપાઈ કરવી ખરેખર અતિમુશ્કેલ છે. વિશ્વની પરિસ્થિતિ દીનપ્રતિદિન ખરાબ બનતી જઈ રહી છે. આપણી પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે જેની પાછળનું એક કારણભુત પરીબળ ગ્રીન હાઉસ ગેસ ગણી શકાય. કોરોના વાયરસના ઉદભવ અને ફેલાવા પાછળ પણ આવા ગ્રીનહાઉસ ગેસને કારણભૂત માની શકાય. આ વાત જરૂર અચરજ પમાડે પરંતુ તે સત્ય છે. કોરોના વાયરસ ઉપરાંત વાતાવરણમાં રહેલા અન્ય વિષાણુ અને જીવાણું પણ આમાંથી જ ઉદભવી માનવજીવનને કનડગત કરે છે. આ ઉપરાંત દરિયાઈ જળસપાટીમાં સતત વધારો, સુનામી, ભુકંપ જેવી કુદરતી આફતોને પણ આ ગ્રીનહાઉસ અસરથી ઉત્સર્જિત થતા ગેસો જ નોતરે છે.

શું છે આ ગ્રીન હાઉસ અસર અને તેના ગેસો ? તેના વિશે વાત કરીએ તો ગ્રીનહાઉસ અસર એટલે એવી વાતાવરણીય પ્રક્રિયા કે જેના લીધે પૃથ્વીનું તાપમાન સતત વધે છે. વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોકસાઈડ, મીથેન, નાઈટસ ઓકસાઈડ, કલોરો-ફલોરો કાર્બન પૃથ્વીના તાપમાનને વધારે છે જેથી એન્ટાર્ટિકાનો બરફ ઓગળી જળમાં પરિવર્તિત થઈ રહ્યો છે. જેનાથી દરિયાઈ સપાટીમાં વધારો થઈ રહ્યો છે જે ખરેખર ચિંતાનો વિષય છે. કારણકે દરિયાઈ જળસપાટી વધવી મતલબ નિચાણવાળા ઘણા ટાપુઓ દરિયામાં ગરકાવ થઈ જવા જેમાં ભારતના મુંબઈ શહેર અને સમસ્ત પશ્ર્ચિમઘાટનો સમાવેશ થાય છે.

વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. જંગલો અને કુદરતી વનસ્પતિઓનું રક્ષણ કરવું જોઈએ એવું તો આપણે સાંભળતા જ હોય છીએ અને ઘણા વૃક્ષપ્રેમીઓ આમ કરતા પણ હોય છે પરંતુ આપણે વૃક્ષો કે જંગલોનો નાશ કરીને પૃથ્વીને જેટલુ નુકસાન પહોંચાડીએ છીએ તેના કરતા અનેકગણું વધારે નુકસાન ઈલેકટ્રોનીકસ ઉપકરણોનો ઉપયોગ કરીને પહોંચાડીએ છીએ. એર કંડિશનરનો ઉપયોગ પર્યાવરણ માટે ખુબ નુકસાનકારક સાબિત થાય છે તેમાં ઉપયોગમાં લેવાતો કલોરો-ફલોરો કાર્બન વાતાવરણમાં ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે. આ કલોરો-ફલોરો કાર્બનના ઉત્સર્જનથી તાપમાનને ઘણી અવરોધક અસર પડે છે. આથી સરકારે ઘણા સમયથી આ ગેસના એસીમાં ઉપયોગ પર પ્રતિબંધ લાદયો છે તેથી તેની જગ્યાએ હાઈડ્રો-ફલોરો કાર્બન ઉપયોગમાં લેવાય છે. આ હાઈડ્રો ગેસથી પણ આવી જ ભયાનક અસર પડે છે. આથી એસીનો ઉપયોગ ટાળવો જરૂરી બન્યો છે. કલોરો-ફલોરો, કાર્બન અન્ય ઉત્સર્જિત ગેસથી એક હજાર ગણું હાનિકારક છે.

સંયુકત રાષ્ટ્રના વૈજ્ઞાનિક પેનલોના જણાવ્યા અનુસાર છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષમાં ગ્રીન હાઉસ ગેસમાં ૪૦ ગણો વધારો થયો છે જેને અટકાવવા હવે વિશ્ર્વના દેશો એકઠા થઈ સહપ્રયત્નો કરી રહ્યા છે. આ માટે વિશ્વ બેંકે પણ આગળ આવી પ્રોત્સાહનોના રૂપમાં જાહેરાત કરી હતી કે, જે દેશ પૃથ્વીના વધતા જતા તાપમાનને ઘટાડવા સહભાગી થશે અને વાતાવરણમાં રહેલા ઉત્સર્જિત ગેસોની માત્રા ઘટાડશે તેને વધુ ફંડીગ કરવામાં આવશે.

વિશ્વમાં ઔધોગિક યુગ બાદ ગ્રીન હાઉસ ગેસોમાં અનેકગણો વધારો નોંધાયો છે ત્યારે હવે આ ગેસને નિયંત્રિત કરવા ભારતમાં ડો.રેડ્ડી લેબોરેટરીઝ મેદાને ઉતરી છે. તેણે સાયન્સ બેઝડ ટારગેટસ ઈનીશ્યેટીવ (સીબીટીઆઈ) સાથે કરાર કરી વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૫ ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક સાઘ્યો છે. પૃથ્વીના તાપમાનમાં આવતા દસ વર્ષમાં ૧.૫ સેલ્શીયસ ડિગ્રીનો ઘટાડો કરવા અનેક મહત્વના પગલાઓ ભરવામાં આવશે. સીબીટીઆઈ એક કાર્બનને ઘટાડવા માટેનો પ્રોજેકટ છે. સંયુકત રાષ્ટ્રએ વિશ્વના તમામ દેશોને આપેલા કાર્બન ઘટાડાના સૂચનોને લઈ તેના પર કામ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.