Abtak Media Google News

મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી ઉપરાંત ૧૧ સભ્યોનો સમાવેશ

લોકસભાની ચૂંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે ફરી સત્તા હાંસલ કરવા ભાજપે ચૂંટણીની તૈયારીઓનો શંખનાદ કર્યો છે ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ફરી કમળ ખિલવવા માટે ભાજપે ચૂંટણી વ્યવસ્થા સમિતિની રચના કરી છે.

Jitu Vaghani 1470833431પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની વ્યવસ્થાના ભાગરૂપે પ્રદેશ ભાજપા દ્વારા લોકસભા ચૂંટણી વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા ૧૧ સભ્યોની સમિતિની રચના થઈ છે.

જેમાં નાબય મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા રાજય સરકારના મંત્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિકભાઈ પટેલ, ગણપતભાઈ વસાવા પ્રદેશ ભાજપ મહામંત્રી, ભરતસિંહ પરમાર, પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાર્ગવભાઈ ભટ્ટ, આઈ.કે.જાડેજા પૂર્વ કેબીનેટ મંત્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સંસદીય સચિવ હિરાભાઈ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.