Abtak Media Google News

કોર્પોરેટર અશ્ર્વીન મોલીયાનું સફળ ઓપરેશન વોર્ડ નં.૪માં ભાજપનું કાર્યાલય ખૂલ્લુ મૂકાયું

વિધાનસભા ૬૮ હેઠળના વોર્ડ નં.૪ના મોરબી રોડ, નવ જકાતનાકા પહેલા ખાતે ભાજપ કાર્યાલયનું ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક પત્રક્ષના નેતા અરવિંદ રૈયાણી, વોર્ડના કોર્પોરેટર અશ્ર્વીન મોલીયા સહિતના ભાજપ અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ઉપસ્થિત આગેવાનોએ પરસ્પર મો મીઠા કરાવી એક બીજાને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે આગામી ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ૧૫૦થી વધુ બેઠકો મળવા જઈ રહી છે. ત્યારે વિધાનસભા ૬૮ની બેઠકને જંગી બહુમતીથી જીતાડી ભાજપની ભવ્ય સફળતામાં સિંહ ફાળો અપાય તે અપેક્ષીત છે. તેના શ્રી ગણેશ વોર્ડ નં.૪ના કાર્યાલય ઉદઘાટનથી થઈ રહ્યા છે. ધનસુખ ભંડેરીએ વધુમાં જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસને પ્રજાજનો હાંકી કાઢવાના છે.ત યારે વિધાનસભા ૬૮ના શાણા અને સંસ્કારી પ્રજાજનો બુથ લેવલે પણકોંગ્રેસનું અસ્તિત્વ ન રહેત દિશામાં આગળ વધે તે સાહજીક છે. આ પ્રસંગે વોર્ડના કોપર્ોરેટર અશ્ર્વીન મોલીયાના પ્રયાસોથી સુરેશ સવસેતા અને તેમના સાથી કાર્યકર્તાઓને ભાજપનો કેસરીયો ખેસ પહેરાવી ભાજપ પ્રવેશ કરાવાયો હતો જેને ભાજપ અગ્રણીઓએ આવકાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.