Abtak Media Google News

અમિત શાહના ગાંધીજી વિશે નિવેદન, મહેસાણાનો પાટીદારો મુદ્દો અને ખેડૂતોને ટેકાના ભાવ મુદ્દે કોંગ્રેસના ધરણા: રાજ્યપાલને આવેદન આપવામાં સામેલ નહીં કરાતા બાપુ નારાજ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગાંધીજીને ચતુર વાણિયા કહીને વિવાદનો એક નવો મધપૂડો છંછેડ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસે શાહને માફી માગવાની માગ કરતા જણાવ્યું છે કે,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે વાણી વિલાસ કર્યો છે. તેઓ જેલમાં રહી આવ્યા છે અને તડીપાર રહેલા છે. તેમની માનસિકતા જ ગુનાહિત હોવાી તેઓ આવા નિવેદનો કરે છે. બીજી તરફ મહેસાણામાં ભારેલા અગ્નિ જેવો માહોલ ઊભો કરનારા કેતન પટેલના કસ્ટોડિયલ ડેના મુદ્દે પણ કોંગ્રેસે CBIતપાસની માગ કરી રાજ્યપાલને આવેદન આપ્યું છે તા નાયબ મુખ્યમંત્રી આ કેસને રફેદફે કરવાના પ્રયત્ન કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા છે. તેની સો ખેડૂતોને ટેકાના ભાવ અને પાણી જેવા મુદ્દે અન્યાય વાનો પણ આક્ષેપ કર્યો છે. આ ત્રણેય મુદ્દાઓ પર સોમવારે કોંગ્રેસે તમામ જિલ્લાઓમાં ધરણાંના કાર્યક્રમોમાં વિરોધ પ્રદર્શન કરશે.

વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ખેલવા માંગતી હોય તેમ કેતન પટેલના મૃત્યુનો મુદ્દો જોરશોરી ઉપાડી રહી છે. ગુજરાત પ્રભારી અશોક ગેહલોત, શંકરસિંહ વાઘેલા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિર્દ્ધા પટેલે રવિવારે કેતનના મુદ્દે રાજ્યપાલને આવેદન આપ્યું છે. ભરતસિંહે જણાવ્યું હતું કે, કેતન પટેલની ઘાતકી અને બર્બરતા પૂર્ણ હત્યા કરાઇ છે. ઘટનાના આટલા દિવસ પછી પણ પીએમ રિપોર્ટ આપતા ની. રિપોર્ટ વિના પોલીસ ફરિયાદ નોંધાતી ની. આ ગુનામાં જવાબદાર પોલીસ અધિકારીઓને ફરજ પરી મુક્ત કરી શકાય તેવી જોગવાઇ છે. આ ઘટનામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઠંડે કલેજે યેલી હત્યાનો મામલો રફેદફે કરવાની તજવીજ કરી રહ્યા હોવાી તેની તપાસ તાત્કાલિક CBIને સોંપવી જોઇએ.

ભાજપના મહેસાણાના અનેક મંત્રીઓ કેતનના કુટુંબીજનોને મળવા ના ગયા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાં ખેડૂતો સો અન્યાય ઇ રહ્યો છે. ડુંગળી, બટાકા, કપાસ, મગફળીના ટેકાના ભાવ માટે તેઓ ફાંફા મારી રહ્યા છે. સિંચાઇનું પુરતું પાણી મળતું ની અને દેવા માફી તા ની. ત્યારે ખેડૂતોને સો લઇ ભાજપને જડબાતોડ જવાબ અપાશે. જો સરકાર તરફી યોગ્ય જવાબ નહીં મળે તો ૧૬મી જૂનના રોજ ખેડૂતો સો કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન પણ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના ગાંધીજી પરના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ ગાંધીચિંધ્યા માર્ગે કરવામાં આવશે. જો તેઓ માફી નહીં માગે તો ગાંધી આશ્રમની સામે કોંગ્રેસ ધરણાં-પ્રદર્શન કરશે. પ્રદેશના નેતાઓ દ્વારા માન-સન્માન અપાતું ના હોવાની ફરિયાદ જામનગરના ધારાસભ્ય રાઘવજીએ પ્રભારી ગેહલોતને કરતા ખળભળાટ મચ્યાની ચર્ચા છે. પરંતુ પત્રકાર પરિષદમાં આ મુદ્દે યેલા પ્રશ્નનો સૂચક રીતે અશોક ગેહલોતે જવાબ આપ્યો નહોતો. જ્યારે પ્રદેશ પ્રમુખે જ જવાબ આપતા કહ્યું હતું કે,રાઘવજીની રજૂઆતો પર ચર્ચાવિચારણા કરી નિર્ણય લેવાશે. તેઓ અમારા સિનિયર આગેવાન છે અને તેમને સો લઇને જ કોંગ્રેસ ચાલવાની છે.

મહેસાણાના કસ્ટોડીયલ ડેના મુદ્દે રાજ્યપાલને આવેદનપત્ર આપવા જવામાં કોંગ્રેસના ડેલિગેશનમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાનો સમાવેશ કરાયો ન હતો. આી વાઘેલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. આની જાણ પ્રભારી અશોક ગેહલોતને તાં તેઓ તુરત વસંત વગડે દોડી ગયા હતા. બાપુએ ગેહલોત સમક્ષ પણ રાજભવનમાં મોકલાયેલા નામોમાં પોતાનો સમાવેશ ની એટલે હું શા માટે ડેલિગેશનમાં સામેલ ઉં એમ કહી નારાજગી વ્યક્ત કરી હતી. ગેહલોતે તેમને સમજાવ્યા હતા. બાપુ સો ભોજન કરી પછી બન્ને સો રાજભવન આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.