Abtak Media Google News

રાજય સરકારે પેટ્રોલમાં વર્તમાન ૨૮.૭૫ ટકા ટેકસને વધારી ૩ર ટકા જયારે ડીઝલમાં ૧૭.૭૫ ટકા ટેકસને વધારીને ર૧ ટકા કર્યો

પેટ્રોલીયમ પેદાશોના વધતા આંતરરાષ્ટ્રીય ભાવોના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો ઉચ્ચ સપાટીએ પહોચ્યા છે. ત્યારે કોંગ્રેસ સહીતના વિરોધ પક્ષોએ પેટ્રોલીયમ પેદાશોમાં ભાવ વધારા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવીને તેમના પર પસ્તાવ પાડી રહી છે. થોડા સમય પહેલા કર્ણાટક સરકારે પેટ્રોલ-ડીઝલમાં રાજય સરકારના ટેકસને પેટ્રોલ-ડીઝલમાં રાજય સરકારના ટેકસને ઘટાડયો હતો. પરંતુ તેના કારણે સરકારી તિજોરી ખાલી થઇ જવા પામી હતી. જેથી કર્ણાટક સરકારે ગઇકાલે પેટ્રોલ-ડીઝલ પર રાજયના ટેકસમાં તોતીંગ વધારો ઝીંકયો છે. જેથી પેટ્રોલીગમ પેદાશોના ભાવ વધારાના કારણે મોંધવારી વધી હોવાની દાવો કરતી કોંગ્રેસની બે મોઢાની વાતો ખુલ્લી જવા પામી છે.

કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસ અને જેડીએસની સરકારે ગઇકાલે પેટ્રોલ અને ડીઝલમાં રાજયના ટેકસમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પહેલા પેટ્રોલ પર વસુલાતો ૨૮.૭૫ ટકા ટેકસને વધારીને ૩ર ટકા, જયારે ડીઝલ પર વસુલાતો ૧૭.૭૫ ટકા ટેકસને વધારીને ર૧ ટકા કરવાનો નિર્ણય કરાયો છે.

આ ભાવવધારા બાદ કર્ણાટકમાં પેટ્રોલના ભાવ રૂ ૭૦.૮૪ પ્રતિ લીટર અને ડીઝલના ભાવ રૂ ૬૪.૬૬ પ્રતિ લીટર થઇ જવા પામ્યા હતા.

આ ભાવ વધારા અંગે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલીા નિવેદનમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફ્રુડ ઓઇલના ભાવોમાં સતત ભાવ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે દેશમાં પેટ્રોલીયમ પેદાશોમાં ભાવો પણ ઘટી રહ્યા છે. થોડા સમય પહેલા દેશભરમાં વધી રહેલા પેટ્રોલીયમ પેદાશોના ભાવોની સીધી અસર મોંધવારી પર પડી રહી હતી. જેથી મોંધવારી કાબુમાં લેવા નાગરીકોને રાહત આપવા રાજય સરકારે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પોતાના ટેકસમાં પ્રતિ લીટર બે રૂ નો ઘટાડો કર્યો હતો. જેથી અસર સરકારી તિજોરીની આવક પર પડી હતી.

પરંતુ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડી રહી છે ત્યારે રાજય સરકાર પોતાની  આવક વધારવા આ ટેકસ વધારો કરી રહી છે તેમ આ નિવેદનમાં જણાવીને એવો દાવો કરાયો છે કે આ ટેકસ વધારા બાદ પણ કર્ણાટકમાં પેટ્રોલ-ડીઝલના ભાવો પાડોશના અન્ય રાજયો કરતા ઓછા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલીયમ પેદાશોના ભાવો ઘટાડવા પ ઓકટોબર ૨૦૧૮માં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એકસાઇઝ ડયુટીમાંથી પ્રતિ લીટર ૧.૫ રૂ નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો જયારે પેટ્રોલીયમ કંપનીઓએ પણ પોતાના નફામાંથી પ્રતિ લીટર ૧ રૂનો ઘટાડો કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.