Abtak Media Google News

રાજકોટમાં કોંગ્રેસનું ઘર સળગે છે એટલે તે મુદ્દા પરી લોકોનું ધ્યાન હટાવવા કોંગ્રેસ ખેડૂતોના નામે નર્યા જુઠાણા ફેલાવી વિરોધનું નાટક કરે છે

રાજકોટમાં ખેડૂતોના બહાને વિરોધ કરનાર કોંગ્રેસને રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ સળસળતા જવાબ આપતા કહ્યું છે કે કેન્દ્રમાં જ્યારે યુપીએ સરકારનું ૧૦ વર્ષનું શાસન હતું ત્યારે કૃષિ તા ખેડૂતોના હિત માટે શું કરવામાં આવ્યું ? તેનો કોંગ્રેસ જવાબ આપે.

કોંગ્રેસના વિરોધને આડેહા લેતા કૃષિ મંત્રી ફળદુએ સ્પષ્ટપણે કહ્યું કે રાજકોટમાં કોંગ્રેસનું ઘર સળગી રહ્યું છે અને તેના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે. ત્યારે, તે મુદ્દા પરી પ્રજાજનોનું ધ્યાન બીજે દોરવા માટે કોંગ્રેસ ખેડૂતોના નામે વિરોધનું નાટક કરી રહી છે.

કૃષિમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસની સરકારોએ ખેડૂતોને માત્ર ચૂંટણીલક્ષી મુદ્દો બનાવી દીધો છે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવવા લાગે ત્યારે ત્યારે કોંગ્રેસને ખેડૂતો યાદ આપવા લાગે છે. જો કોંગ્રેસના હૈયે જો ખરેખર ખેડૂતોનું હિત હોત તો યુપીએ શાસનકાળ દરમિયાન ઘણુ કાર્ય ઇ શક્યું હોત.

પણ, કોંગ્રેસ એ બાબતમાં નિષ્ફળ રહી છે અને તેના કારણે ગત લોકસભાની ચૂંટણીમાં જવાબ પણ મળી ગયો છે. હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેડૂતોના હિત માટે પુરુર્ષા કરી રહ્યા છે ત્યારે તે વાત કોંગ્રેસને ન ગમતી હોવાનું લાગી રહ્યું છે.

આ ચોમાસા દરમિયાન કોઇ નુકસાની પૂર્વે મગફળીનું વેચાણ ઇ જાય એ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે મગફળીની ખરીદીમાં કોઇ સિમા નિયત કરી નહોતી. એટલે, ખેડૂતો પાસેી આવી એટલી ખરીદી કરી લેવામાં આવી છે.  કેટલાક ગોદામોમાં મગફળીમાં આગ લાગવાની ઘટના પ્રત્યે પણ રાજ્ય સરકાર ગંભીર છે. એ ઘટનામાં સંડોવાયેલા કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે.

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લીધા છે. ભૂંડ અને નિલગાયના ત્રાસ સામે વાડીખેતરમાં વાડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે. ચારપાંચ ખેડૂતોના એક ક્લસ્ટર દીઠ આ સહાય આપવામાં આવે છે. આ વખતે આ માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

ખેડૂતો જો પોતાના ખેતરમાં સોલાર પાવરની પેનલ લગાવે તો તેના પાસેી રાજ્ય સરકાર સૌરઊર્જા ખરીદ કરશે. પશુપાલકો માટે દૂધના પાઉડર બનાવવા માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતીને નંદનવન બનાવવા માટે સૌની યોજનામાં રાજ્ય સરકાર ઝડપભેર આગળ વધી રહી છે. આ જ નર્મદા યોજના પૂર્ણ ન ાય એ માટે કોંગ્રેસે પ્રયત્નો કરી જોયા હતા અને તેમાં પણ અવરોધ ઉભું કરવાનું કાર્ય કર્યું હતું.

આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખિયા, મહામંત્રી ભાનુભાઇ મેતા તા ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ ઉપસ્તિ રહ્યા હતા. તેમ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.