Abtak Media Google News

ખેડુતો, પોષણક્ષમ ભાવ, પાક વિમો અને ધિરાણ નહીં મળે તો આવતા સપ્તાહથી ગુજરાતમાં ઉગ્ર આંદોલન છેડવાની કોંગે્રસની ચીમકી

મઘ્યપ્રદેશની ભાજપ સરકાર દ્વારા ખેડુતો પર કરવામાં આવી રહેલા નિર્દયતા પૂર્વકના અત્યાચારના વિરોધમાં આજે રાજકોટ શહેર તથા જીલ્લા કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી રાજીવ સાટવ, શહેર કોંગે્રસ પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા તથા જીલ્લા પ્રમુખ ડો. દીનેશ ચોવટીયાની અઘ્યક્ષતામાં ધરણા યોજવામાં આવ્યા હતા તેઓએ મઘ્યપ્રદેશની ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું.

Dsc 5173મઘ્યપ્રદેશમાં છેલ્લા ૩ વર્ષથી અછતની પરિસ્થિતિ પ્રવર્તે છે. ખેડુતો આર્થિક રીતે પાયમાલ થયા છે. ગત વર્ષે પણ વરસાદ નહિંવત થવાથી ફકત ખેતી પર નિર્ભર રહેતા ખેડુત પરીવારો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકાર પાસે ખેડુતોએ ખેત ઉત્પાદિત વસ્તુઓના પોષણક્ષમ ભાવ મળી રહે, કુષિધિરાણ વખતે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના હેઠળ જયારે ફરજીયાત પ્રીમીયમ લેવામાં આવ્યા છે. ત્યારે વહેલી તકે પાક વીમો તકે પાક વીમો મળે દૂધનાં વ્યાજબી ભાવ મળી રહે, આંદોલન ચલાવી રહ્યા છે. સરકારે ખેડુતોને મચક નહિં આપતા આંદોલન  હિંસક બનતા ખેડુતોની વ્યાજબી માંગણી સંતોષવાને બદલે પોલીસોએ મંદસોર જીલ્લામાં ખેડુતોના આંદોલનને દબાવી દેવા બેરહેમ રીતે, આડેધડ ગોળીબાર કરતા ૬ ખેડુતોના મોત થયેલ. આંદોલનકારીઓ પોતાના હકક અને અધિકારો માટેની લડત કરી રહ્યા છે. ખેડુત પરીવારો ખુબ આર્થીક મુંઝવણ અનુભવી રહ્યા છે. કયાંક કોઇ કઠોર હ્રદયે આપઘાત પણ કરી રહ્યા છે તેવા સમયે ખેડુતોની વ્યાજબી માંગણીઓ સંતોષવાને બદલે મઘ્યપ્રદેશની ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોલીસને અને સત્તાધીશોને છુટો દોર આપી ખેડુત પરીવારોને છીન્ન ભીન્ન કરી નાખ્યો છે.

Dsc 5176લોકસભાની ચુંટણીઓ પહેલા ભારતીય જનતા પક્ષે ખેડુતોને ખેતપેદાશોનાં ટેકાના ભાવ બમણાં કરી આપીશુ દરેક ખેત પેદાશોમાં પોષણક્ષમ ભાવ આપીશું. ખેડુતોને આપઘાત કરવો નહી પડે તે રીતે અમે ખેડુતોને તમામ પ્રકારે સહાય કરીશું. ખેડુતોને ખાતર-બિયારણ સસ્તા દરે મળે, પેટ્રોલ-ડીઝલ પણ સસ્તા ભાવે મળે તેવી વ્યવસ્થા ઉભી કરીશું. ખેડુતોના બાળકોને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મળે અને ઉચ્ચ શિક્ષણ સારી રીતે મેળવી શકે તે રીતે સહાય કરીશું. પરંતુ ચુંટણીઓ પુરી થયા પછી તે વખતનાં ગુજરાતના મુખ્યમંત્રી અને આજનાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ પણ ખેડુતો ભૂલી ગયા છે. ફકતને ફકત પાંચ ઉઘોગપતિઓને ઘ્યાનમાં રાખી અને દેશના સંપન્ન લોકોને ઘ્યાનમાં રાખી વહીવટ ચલાવી રહ્યા છે. અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મઘ્ય પ્રદેશ જેવા રાજયોમાં ખેડુતો પોતાની વ્યાજબી માંગણીઓ સાથે હકક અને અધિકારોની લડતમાં મંડાણ શરુ કર્યા છે તેવા સમયે જ મઘ્યપ્રદેશનાં મંદસૌર જીલ્લામાં ભારતીય જનતા પક્ષની સરકારે ખેડુતો પર બેરહમીથી ગોળીઓ વરસાવી કેટલાક ખેડુત પરીવારોના માળા વિંખી નાખ્યા છે.મઘ્યપ્રદેશમાં ખેડુતો પર થયેલ ગોળીબાર જેમાં ૬ ખેટુતોના મોત થયેલ છે. તેને શ્રઘ્ધાજલી આપવા અને આંદોલન ચલાવી રહેલા ખેડુતોના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના આદેશથી રાજકોટ જીલ્લામાં પણ આજે ત્રિકોણબાગ ખાતે પદાધિકારીઓ અને ખેડુતી પ્રતિનિધિઓ સાથે આંદોલનનાં મંડાણ શરુ કરેલ છે. આગામી દિવસોમાં ગુજરાતના ખેડુતોને પણ ખેત ઉત્પાદિક  ચીજ વસ્તુઓના પોષણક્ષમ ભાવ પાકવીમો ધિરાણ પરનું વ્યાજ માફ સહેલાઇથી ખેતધિરાણ ખાતર બિયારણના વ્યાજી ભાવ જેવી માંગણીઓ નહિં સંતોષાય તો આગામી અઠવાડીયાથી ગુજરાતમાં પણ આંદોલન શરુ થશે.

આ તકે પ્રદેશ કોંગે્રસ મહામંત્રી ડો. હેમાંગ વસાવડા, મંત્રી મહેશ રાજપુત અને જીલ્લા પંચાયતના પ્રમુખ નીલેશભાઇ વિરાણી સહીતના કોંગી અગ્રણીઓ ધરણામાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.