Abtak Media Google News

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસને આજે એકસાથે બે ઉમેરવારોને ખોવાનો વારો આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના 2 ધારાસભ્યોએ આજે રાજીનામું આપી દેતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. તો બીજી બાજુ આજે સવારથી જે 4 ધારાસભ્યોના રાજીનામાના અહેવાલ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.

કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના જીતુ ચૌધરીએ ગાંધીનગર જઈ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેની સ્પષ્ટતા કરી નાંખી છે.

ત્યારબાદ તેમણે એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈ રાજીનામું આપે મારે સ્વીકારવું પડે. અગાઉ કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.