Abtak Media Google News

ગુજરાતના લોકો હંમેશા વેપારમાં આગળ રહ્યા છે અને સમગ્ર દુનિયામાં વેપાર ક્ષેત્રમાં ગજ્જુઓ મોખરે રહ્યા છે ત્યારે રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલ અમૃત પાર્ટી પ્લોટમાં રાજકોટના વેપારી મહાજન સહકારી મંડળી અને સહકારી બેંકોના સ્નેહમિલન કાર્યક્રમ માં ખાસ આમંત્રણને માં આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્તિ રહ્યા હતા. અને ઉપસ્તિ રાજકોટ વેપારી મહાજન સહકારી મંડળી અને સહકારી બેન્કોના અધિકારીઓ અને પદાધિકારીઓ સો બહોળી સંખ્યામાં સદસ્યો પણ ઉપસ્તિ રહ્યા હતા.તેમજ કોંગ્રેસ ની કાળા નાણાની તરફેણ જયારે ભાજપ કાળા ની હંમેશા સામે રહ્યું છે તેવું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ.વેપારી મહાજનો સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે કોંગ્રેસની સરકાર હંમેશને માટે કાળા નાણા ને પોસતી જ આવી છે અને  હવા-જમીન અને પાતાળમાં કરેલા અબજો રૂપિયાના કૌભાંડો કરતી આવી છે જે હવે દેશની જાણતા સમક્ષ ખુલ્લું પડી ગયું છે. ભાજપાની સરકારે આવા તત્વો ને ખુલ્લા પાડી કાળા નાણાને બહાર લાવી સરકારની તિજોરીમાં ઠાલવ્યા છે જેનો સદુપયોગ ભાપાની સરકાર લોકો-વેપારીઓની સુખાકારી અને વેપાર જગત ને સમૃદ્ધ બનાવવા આયોજન કરી રહી છે.કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતા મુખ્યમંત્રીએ આક્રોશ સો જણાવેલ કે કોંગ્રેસ ગંદી રાજનીતિ રમી જ્ઞાતિવાદ – જાતિવાદ અને ત્રણ ત્રિપુટીના સાહહરે ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાવવાનો કારસો કરે છે,ત્યારે ભાજપ ચૂંટણીમાં ચૂંટણીમાં બહુમતી મેળવી કોંગ્રેસની ગંદી રાજનીતિ ને ખુલ્લી પાડશે. અને કાયમી ધોરણે ભાજપ્ના મૂળમંત્ર સમાન લોકોની સેવા કરવાના ઉદ્દેશ સો હું પણ અહીંયા કોઈને હરાવવા આવ્યો ની માત્ર લોકોના દિલ જીતવા ચૂંટણી લડી રહ્યો છુ.દેશના વાળા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાળા નાણા ને નાવાની જવાબદારી પોતાના શિરે લઈને સત્તાના દલાલો અને  કાળા બાઝરીઓને ઘર ભેગા કરી દીધા છે. ભાજપ સરકારની પ્રજા લક્ષી નીતિ બાબતે જણાવતા કહ્યું હતું કે બનાસકાંઠામાં આફત આવી ત્યારે ભાજપા સરકારે સતત પાંચ દિવસ સુધી પાણીમાં રહીને લોકોની સેવા કરી હતી અને ૧૫૦૦ કરોડની પુનર્વસન માટેની સહાય પણ કરી છે.રાહુલબાબા ના ગુજરાતમાં ૩૦ લાખ બેરોજગારના ગપ્પા સામે મુખ્યમંત્રીશ્રી એ વાસ્તવિકતા જણાવેલ કે ગુજરાતમાં માત્ર ૬ લાખ લોકો જ બેરોજગાર છે. કોંગ્રેસ ના બંગાળમાં ૭૫ લાખ , કર્ણાટકમાં ૪૦ લાખ , કેરળમાં ૩૫ લાખ બેકારોની ફોજ છે તો ત્યાં કોંગ્રેસની સરકાર શું કરે છે ?  કોંગ્રેસના મુખ્ય ગઢ અને  રાહુલબાબાની હોમપીચ સમાન અમેઠી માંથી ૧૪૦૦૦ લોકો ગુજરાતમાં રોજગારી માટે આવ્યા હોવાનો સચોટ દાવો મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.રાજ્યની શાંતિ અને સુખાકારી બાબતે જણાવેલ કે અગાઉ કોંગ્રેસના સમયમાં ગુજરાત એ લતીફ નું ગુજરાત ગણાતું જેની સામે ભાજપ્ની સરકાર આવતા ની સો જ હવે વિશ્વ સામે ગાંધી અને સરદારના ગુજરાત તરીકે ઉભર્યું છે. હાલમાં ગુજરાતમાં  ગાંધી અને સરદાર મોખરે છે.આ વેપારી મહાજન સહકારી મંડળી અને સહકારી બેન્કના સ્નેહ મિલાન માં વી.પી.વૈષ્ણવ, જ્યોતીન્દ્ર મહેતા , નલીનભાઇ વસા, નલીનભાઇ ઝવેરી, મુકેશભાઈ દોશી, જીવનભાઈ પટેલ, ડો. પ્રકાશ મોઢા,ડો.શીલુ,સમીર શાહ,ગુણુભાઈ ડેલાવાળા,હરિભાઈ ડોડીયા, હરદેવસિંહ જાડેજા,ધનસુખભાઇ વોરા,પરેશભાઈ ગજેરા,અરવિંદભાઈ શાહ,મહેન્દ્રભાઈ ફળદુ તેમજ બહાદુરસિંહ ઝાલાએ સરકારની કાળાનાણાં સામેની ચલાવેલ લડત અને કાળા બજારિયાઓને નાવાના લીધેલા આકાર પગલાંઓ બાબતે છણાવટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.