Abtak Media Google News

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને હવે તેનો આક્રમક તબક્કો શરૂ થઇ ગયો છે. શનિવારે ટુમકુરમાં વડાપ્રધાન મોદીએ પહેલી રેલીને સંબોધિત કરી. મોદીએ કહ્યું, “કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ગરીબ-ગરીબ કરતી રહે છે. કોંગ્રેસ ફક્ત આ જ માળા જપીને દર વખતે ચૂંટણી જીતવાની કોશિશ કરે છે. ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે.” ઉલ્લેખનીય છે કે મોદી શનિવારે ચાર રેલીઓને સંબોધિત કરશે. તેમાં કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની શિમોગાની શિકારપુરા સીટ પણ સામેલ છે.

Advertisement

ટુમકુરૂ મહાન લોકોની ભૂમિ છે- મોદી

– મોદીએ કહ્યું કે, “ટુમકુરૂ મહાન લોકોની ભૂમિ છે. વડાપ્રધાન બન્યા પછી હું ટુમકુરૂ આવ્યો હતો અને સિદ્ધગંગા મઠમાં શિવકુમાર સ્વામીજીના આશીર્વાદ લીધા હતા.”

– “કોંગ્રેસના લીડર જેમને લીલા કે લાલ મરચા વિશે પણ જાણ નથી, તે બટાકામાંથી સોનાની વાત કરે છે. તેઓ પણ આજે ખેડૂતની વાતો કરી રહ્યા છે.”

– “કોંગ્રેસ વર્ષો સુધી ગરીબ-ગરીબ કરતી રહી. પરંતુ તેમના એ ભાષણોમાંથી કંઇ ન ઊપજ્યું. તેઓ ભારતના ગરીબોનું જીવન સુધારવામાં નિષ્ફળ ગયા છે. હવે કોંગ્રેસે ગરીબ કહેવાનું બંધ કરી દીધું છે, કારણકે જનતાએ એક ગરીબ માતાના દીકરાને વડાપ્રધાન બનાવ્યો છે.”

– “ઇંદિરા ગાંધીના સમયથી કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે ગરીબોને મૂર્ખ જ બનાવ્યા છે. તે લોકો જૂઠાણાની પાર્ટી છે, તેઓ વોટ્સ માટે જૂઠ્ઠું બોલે છે. તે લોકોને ન તો ખેડૂતોની અને ન તો ગરીબોની કોઇ પડી છે. લોકો હવે કોંગ્રેસથી થાકી ગયા છે.”

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.