Abtak Media Google News

પાટીદાર સમાજને અનામત, ન્યાય તથા પ્રાધાન્ય આપવા સહિતની ચાર માંગને પૂર્ણ કરવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની ખાતરી

ગુજરાતના પાટીદાર અનામત આંદોલન બાદ આરક્ષણ અંગે પાટીદારોની તમામ માંગ સ્વીકારવા દરેક રાજકીય પક્ષ અસ્મંજસમાં હતો. દરમ્યાન ગઇકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ – પાસના અગ્રણીઓ દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાટીદારોને અનામત આપવા અને ચૂંટણીમાં પ્રાધાન્ય આપવા સહિતના મુદ્દાઓ પર કોંગ્રેસ કેટલું સમર્થન કરશે તે માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મળી રજૂઆત કરાઇ હતી. જેમાં ભરતસિંહ દ્વારા માંગણીઓ બાબતે હકારાત્મક હોવાનું પણ અંતિમ નિર્ણય હાઇકમાન્ડની સાથે ચર્ચા કરીને લેવામાં આવશે તેવું

જણાવાયું હતું. કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે પાટીદારોને રીઝવવા આરક્ષણની માંગો સ્વીકારવાનું મન બનાવ્યું છે.

ગઇકાલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જો વિધાનસભામાં કોંગ્રેસને સત્તા મળશે તો પાસની ચાર માંગોને પૂર્ણ કરવાની ખાત્રી આપી હતી. રાજ્ય બહાર ૬ મહિના રહ્યા બાદ હાર્દિકની પકડ પાટીદારો પર ઘટતી જણાઇ રહી છે. પાટીદારો હાર્દિકની તરફેણ અને વિરોધી એમ બે પક્ષમાં વહેંચાયા હોવાનું નિષ્ણાંતો માને છે. કોંગ્રેસને હાલ પાટીદાર લોકોની જ‚રત છે. ત્યારે કોંગ્રેસે પાસનો પાલવ પકડી ચૂંટણી જીતવા માટે તખ્તો ઘડ્યો છે.

ગઇકાલે પાસના દિનેશ ભાંભણીયા અને વ‚ણ પટેલ સહિતના આગેવાનો સોલંકીને મળ્યા હતા. આ મામલે સોલંકીએ જણાવ્યું હતું કે,  પાસ દ્વારા પોલીસ અધિકારીઓ સામે તપાસ, ૩૦ લાખનું વળતર, પાટીદાર વિકાસ આયોગ અને આરક્ષણ સહિતના ચાર મુદ્દાની માંગણી  અમારા સમક્ષ કરવામાં આવી છે. અમે આ તમામ માંગ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. બીજી તરફ પાસના ક્ધવીનર હાર્દિક પટેલ દ્વારા જે અગ્રણીઓને કોંગ્રેસ કે ભાજપ સાથે રાજકીય મીટીંગ કરવા નિયુક્ત કરવામાં આવ્યા છે તે મુદ્દે પાસના અગ્રણીઓમાં જ વિરોધના સુર ફૂટ્યા છે. કેટલાક નેતાઓ દ્વારા હાર્દિકને પત્ર લખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હાલ તો કોંગ્રેસે પાસની માંગ અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. પરંતુ કોર કમિટીમાં મંજૂરી લીધા બાદ જ વધુ અસરકારક બનશે તેવુ પણ કહ્યું છે.

પાસની કોર કમીટીના સભ્યો વ‚ણ પટેલ, દિનેશ ભાંભણીયા અને મનોજ પનારા દ્વારા કોંગ્રેસ પાટીદાર સમાજને કઇ રીતે અનામત આપશે અને ન્યાયની ખાતરી આપશે તથા ચૂંટણી સમયે પાટીદારોને કેટલું પ્રાધાન્ય આપવામાં આવશે તે બાબતે ભરતસિંહ સોલંકી સાથે યોજાયેલી બેઠક બાદ પાસના અગ્રણી અતુલ પટેલ, મહિલા ક્ધવીનર રેશ્મા પટેલ અને દિલીપ સાવલીયા વગેરેએ હાર્દિક પટેલને પત્ર લખી પાસની કમીટી આ રીતે રાજકીય પક્ષ સાથે બેઠક કરે તે પાટીદાર સમાજને મંજૂર નથી તેમ કહી વિરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.