Abtak Media Google News

જામકંડોરણા-જેતપુર પંથકના સ્નેહમિલનમાં હજારોની માનવમેદની: કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની તોતીંગ જીતનું જાણે રિહર્સલ

જેતપુર-જામકંડોરણા મતવિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા જામકંડોરણા ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું. તેમાં જેતપુર તથા જામકંડોરણા તાલુકાનાં ભાજપના ૧૫ હજારથી વધુ કાર્યકરો ઉત્સાહભેર ઉમટી પડયા હતા અને આ વિસ્તારમાં સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા તથા ધારાસભ્ય કમ કેબીનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડીયાએ કરેલા કરોડો ‚પિયાના વિકાસ કામોનું ઋણ ચુકવવા આગામી ચૂંટણીમાં જંગી લીડથી જયેશભાઈ રાદડિયાને વિજેતા બનાવવા એકી અવાજે દ્રઢ સંકલ્પ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી જામકંડોરણા અને મંત્રીશ્રી જયેશ રાદડિયા દ્વારા આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ૧૫૦૦૦ જેટલી વિશાળ જનમેદની ને સંબોધન કરતા યુવા મંત્રી જયેશ રાદડિયા દ્વારા વિધાનસભા મતવિસ્તારના કરેલા વિકાસ કામોની વિગતો પ્રજાજનોને આપીને કોંગ્રેશના દુષ્પ્રચારનો તેજાબી ભાષામાં જવાબ આપતા કહ્યું કે જેતપુર જામકંડોરણા વિધાનસભા વિસ્તારમાં હમણાં તાજા બનેલા કોંગ્રેશના બેનરબાજ નેતાને ધારાસભ્ય બનવાના સપના આવે છે પરંતુ એની ઓકાત નથી ચૂંટણી લડવાની એટલે આવા બેનરબાજ નેતાને બદલે કોંગ્રેશના યુવરાજને ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું જેને ઉપસ્થિત સૌ પ્રજાજનોએ તાળીઓ ના ગડગડાટથી વધાવી લીધેલ હતું અને આ તકે ભાજપ પરિવારના આ તકે યુવા મંત્રી જયેશ રાદડિયા,રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા,માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર,તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા,તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ,સામાજિક ન્યાય સમિતિના માજી ચેરમેન ખીમજીભાઈ બગડા,તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા,માજી મંત્રી જસુબેન કોરાટ,જેતપુર યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવા,જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ સોલંકી,મનસુખભાઇ ખાચરીયા,પી.જી.કયાડા,જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બાંભરોલીયા,જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઇ મેતા,મહિલા આયોગના ઉપાધ્ક્ષ જ્યોતિબેન વાછાણી,વિધાનસભા ઇન્ચાર્જ હરેશભાઇ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્નેહ મીલનમાં આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાને લઈ નિકળેલા ભાદરવાનાં ભીંડાઓને ઓળખી લેવા અને જેતપુર-જામકંડોરણા પંકના ખેડૂતો તા વેપાર ઉદ્યોગનો અવાજ સરકારમાં કોણ રજુ કરી શકે તેમ છે તે જાણીલેવા ભાજપના આગેવાનો જશુબેન કોરાટ, ગોવિંદભાઈ રાણપરીયા, ખીમજીભાઈ બગડા, કરણસિંહ જાડેજા,દિનેશભાઈ ભુવા, ગોરધનભાઈ ધામેલીયા વગેરેએ લોકોને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જેતપુર-જામકંડોરણામાં શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા અને જયેશભાઈ રાદડીયા સિંચાઈ, પાણી, રસ્તા સહીતના જે વિકાસ કામો સરકારમાંી લાવ્યા છે તેટલા વિકાસકામો અત્યાર સુધીમાં કોઈ ધારાસભ્ય તેના મત વિસ્તારમાં લાવી શકયા ની.

આ વિસ્તારના મોભી અને સંસદસભ્ય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની તબિયત નાદુરસ્ત હોવાી તેઓ સ્નેહ મીલનમાં ઉપસ્તિ રહેલ નહી પરંતુ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ આગામી ચૂંટણીમાં શ્રી વિઠ્ઠલભાઈની ખોટ પડવા દેવાશે નહિં અને ભાજપના કાર્યકરો જયેશભાઈની લીડ વધારીને વિજેતા બનાવશે તેવો કોલ આપ્યો હતો.

આ સ્નેહ મીલનમાં મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાએ પણ પોતે કરેલા વિકાસ કારોનો હિસાબ-કિતાબ કાર્યકરો સમક્ષ રજુ કરીને જણાવ્યુ હતું કે મે અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાએ આ વિસ્તારમાં કરેલા વિકાસ કામોનાં કારણે મત માંગવાનો અધિકાર અમને મતદારોએ આપ્યો છે અને તેી જ વિષમ સ્િિત વચ્ચે પણ અમા‚ રાજકારણ અડીખમ છે.મતદારો માટે અમે રાત-દિવસ જોયા વગર સંઘર્ષ કર્યો છે. પરિવારનું ધ્યાન ની રાખ્યું એટલુ ધ્યાન આ વિસ્તારના લોકોનું રાખ્યું છે અમે માત્ર ચૂંટણી સમયે જ નહીં કાયમી પ્રજા વચ્ચે રહ્યા છીએ. ચૂંટણી અમારા માટે કોઈ નવી વાત નથી.

નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ૧૫૦૦૦ જેટલી વિશાળ જનમેદનીને સંબોધન કરતા યુવા મંત્રી જયેશભાઈ રાદડિયા દ્વારા વિધાનસભા મત વિસ્તારનાં કરેલા વિકાસ કામોની વિગતો પ્રજાજનોને આપીને કોંગ્રેસનાં દુષ્પ્રચારનો તેજાબી ભાષામાં જવાબ આપતા કહ્યું કે જેતપુર-જામકંડોરણા વિધાનસભા વિસ્તારનાં હમણા તાજા બનેલા કોંગ્રેસના બેનરબાજ નેતાને ધારાસભ્ય બનવાના સપના આવે છે. પરંતુ એની ઓકાત નથી ચૂંટણી લડવાની એટલે આવા બેનરબાજ નેતાને બદલે કોંગ્રેસના યુવરાજને ચૂંટણી લડવા માટે આહવાન કર્યું હતું જેને ઉપસ્થિત સૌ પ્રજાજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ હતું અને આ તકે ભાજપ પરિવારના આ તકે યુવા મંત્રી જયેશ રાદડીયા, રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, સામાજીક ન્યાય સમિતિનાં માજી ચેરમેન ખીમજીભાઈ બગડા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા, માજી મંત્રી જશુબેન કોરાટ, જેતપુર યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા, જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ સોલંકી, મનસુખભાઈ ખાચરીયા, પી.જી.કયાડા, જેતપુરતાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ બાંભરોલીયા, જીલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતા, મહિલા આયોગના ઉપાધ્યક્ષ, જયોતિબેન વાછાણી વિધાનસભા ઈન્ચાર્જ હરેશભાઈ પરસાણા ઉપસ્તિ રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.