Abtak Media Google News

પાલિકામાં કામ થતા ન હોઈ રાગદ્વેષ રાખવા બદલ અપાયું આવેદન: જેતપુર પાલિકા  હાય હાય ના નારા લાગ્યા

જેતપુર પાલિકામાં કોંગેસ તેમજ અપક્ષ સદસ્યો સાથે ભાજપ સત્તાધારી પક્ષ દ્વારા કારકામાં આવતા ભેદભાવ અને કિનાખોરી વિરુદ્ધ સદસ્ય તેમજ તેમના વિસ્તારના લોકો દ્વારા ચીફ ઓફિસર ને આવેદન આપવામાં આવેલ હતું

આ આવેદનમાં સત્તાધારી પક્ષ દ્વારા માત્ર તેમના લગતા વળગતા વિસ્તારોમાં જ લાઈટ,પાણી તેમજ સફાઈ કામ માં ધ્યાન આપવામાં આવે છે અને અપક્ષ કે કોંગ્રેસ ના સભ્યોને તેમના વિસ્તારમાં આ સુવિધા આપવામાં આવતી નથી પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમય થી ફિટર વગરનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે તે અંગે પણ અપક્ષ તેમજ કોંગેસ દ્વારા અનેક વખત લેખિતમાં પાલિકા સત્તાધીશો ને જાણ કરવમાં આવેલ હોઈ પણ કોઈ કાર્યવાહી થતી નથી

અને શહેરના લોકોને ના છૂટકે ડોળું પાણી પીવાનો વારો આવ્યો છે શહેરના પછાત વિસ્તારમાં રોડ રસ્તા બનાવાને બદલે જ્યાં અગાવ રોડ બનવેલ છે તેની ઉપર બીજો રોડ બનાવાની કામગીરી શહેરમાં જોવા મળે છે તેને બદલે જે વિસ્તારમાં રોડની સુવિધા નથી

ત્યાં બનાવામાં આવે તો પછાત વિસ્તારનો વિકાસ થાય રાજ્ય સરકાર દ્વારા ડોર ટુ ડોર કચરા લેવાની કામગીરી અંગે કોન્ટ્રકટ આપવામાં આવેલ છે પંરતુ એક માસથી આ કોન્ટ્રક્ટ ઓછા ભાવે રાખેલ હોઈ જેથી મુખ્ય લાગતા વળગતા પર કચરો લઇ શહેરના અંદરના ભાગે કચરો લેતા નથી જેથી શહેરમાં રોગચાળો ફાટી નીકળશે

આવા અનેક.પ્રશ્નો અંગે કોંગ્રેસ અને અપક્ષના શારદાબેન વેગડા,મામદભાઈ સાધ,નિલેશ પંડ્યા,અસદ બાબી,શૈલેષ સાવલિયા,યોગેન્દ્ર સિંહ ગોહિલ દ્વારા ચીફ ઓફિસર રબારી ને આવેદન આપવામાં આવેલ હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.