કેશોદમાં કોંગી કાર્યકરોના ધરણા, યુ.પી. સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટનાના વિરોધમાં ગઇકાલે કેશોદ ખાતે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ધરણા પર ઉતરી આવ્યા હતા અને ચાર ચોક ખાતે ગાંધીજીનો ફોટો સાથે રાખીને યુપી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટનાને લઈ કેશોદ કોંગ્રેસ પરિવાર દ્વારા યુપી સરકાર વિરૂદ્ધ આક્રમક વિરોધ સાથે સૂત્રોચાર કરી, યુપી સરકાર ગેંગરેપ થયેલ યુવતિને અને તેમના પરિવાર ને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી.

Loading...