દિવ્યાંગોને કન્સેશન કાર્ડની  ઓનલાઇન આવેદન સુવિધા

રેલ તંત્ર દ્વારા ‘દિવ્યાંગ સારથી એપ’નો લાભ લેવા તંત્રનો અનુરોધ

રેલ તંત્ર દ્વારા દિવ્યાંગોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે સામાન્ય દરે ટિકીટ આપવા માટે ‘દિવ્યાંગ કંસેશન કાર્ડ’ આપવામાં આવે છે.

પશ્ર્ચિમ રેલ્વેના રાજકોટ મંડળે દિવ્યાંગોને કાર્ડ સુવિધા દ્વારા ડિજિટલ પ્રણાલીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

રાજકોટ ડિવિઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા વર્તમાન સમયમાં કોરોના મહામારી દરમિયાન દિવ્યાંગ જનોને આ કાર્ડ શરૂ કરવામાં અસુવિધા ન થાય તેના માટે પ્રશાસન દ્વારા ‘દિવ્યાંગ સારથી એપ’ લોંચ કરવામાં આવી છે. દિવ્યાંગજનો ગુગલ પ્લે સ્ટોર દ્વારા આ એપ ડાઉનલોડ કરીને તેના માધ્યમથી ‘દિવ્યાંગ ક્ધસેશન કાર્ડ’ માટે આવેદન આપી શકે છે. આ એપ સિવાય તેઓ વેબસાઇટ https://railsaarthi.in/auth/login દ્વારા પણ લોગઇન કરીને આ કાર્ડ માટે આવેદન આપી શકશે. આવેદન કરતી વખતે રાજકોટ ડિવિઝનને સિલેકટ કરવુ જરૂરી છે. જેથી આવેદન કાર્યાલયને મળી શકે. આમાં આવેદ કે, માંગવામાં આવેલી પ્રત્યેક જાણકારીઓને યોગ્ય રીતે ભરવી જરૂરી છે. તથા જરૂરી કાગળોને અપલોડ કરવું તથા પોતાનો સંપર્ક નંબર આપવો અનિવાર્ય છે. જેથી આવેદકનો સંપર્ક થઇ શકે. કાર્ડ તૈયાર થઇ ગયા બાદ આવેદકને ડીઆરએમ ઓફિસ ખાતે બોલવવામાં આવશે. અને ત્યારે આવેદકે જરૂરી કાગળો સાથે આવવાનું તંત્રએ જણાવ્યુ છે. આ સાથે જે લોકોએ પત્ર દ્વારા અથવા રૂબરૂ ઉપસ્થિત રહીને પહેલેથી જ આવેદન જમા કરાવી આપ્યુ છે. તેઓએ હવે બીજી વખત આવેદન કરવાની જરૂર નથી.

દિવ્યાંગ યાત્રિઓને આ કંસેશન કાર્ડ માટે આપવામાં આવેલી ઓનલાઇન આવેદન સુવિધાનો લાભ લેવા રેલતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Loading...