Abtak Media Google News

જિલ્લામાં જળસંચય અભિયાનની કામગીરીનું નિરીક્ષણ કરતા રાજુભાઇ ધ્રુવ

મોરબી જિલ્લા સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમિતિ સભ્ય અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઈસ ચેરમેન રાજુભાઈ ધ્ર્રુવ એ પત્રકાર મિલનમાં જણાવ્યુ કે રાજયમાં અને જિલ્લામાં ગુજરાત ગૌરવ દિન તા.૧મે થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનની સફળતાપૂર્વક કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. મોરબી જિલ્લામાં તમામ ગામોમાં તમામ પ્રકારના જળસંગ્રહના વોટર સ્ટ્રકચરના કામો જળસંચય માટે ચાલી રહ્યા છે જેમાંથી ૫૦ ટકા કામો પૂર્ણ થયા છે.

રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં વહીવટીતંત્ર અને કલેકટર ને અભિનંદન આપુ છુ કે તા.૩૧મે સુધીમાં જળસંચયના કામો પૂર્ણ થાય તે રીતે આયોજન કરીને ૧૦૧ કામો પૂર્ણ કર્યા છે અને ૯૮ કામો પ્રગતિમાં છે આમ ૫૦% ઉપરાંત કામગીરી પૂર્ણ કરેલ છે. જિલ્લા વહીવટીતંત્ર સાથે આજે અમે કોટડા નાયાણી, વાલાસણ અને અન્ય તળાવો ઊંડા કરવાના કામોની મુલાકાત લીધી હતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રમિકોને પૌષ્ટીક આહાર, દરરોજ છાશ અને સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરીને તથા છાયડાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે મોરબી જિલ્લો ખરા અર્થમાં આ ક્ષેત્રે ઉત્તિર્ણ થયેલ છે ૫૦%થી વધુ કામો લોકોભાગીદારીથી થયેલ છે સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ પ્રજાજનોએ અને સંગઠનના પદાધિકારીઓ એઆ અભિયાનને પોતાનું અભિયાન માનેલ છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક અભુતપુર્વ ઐતિહાસિક અને કામધેનું સમાન જળઅભિયાન ની ભેટ ગુજરાતને આપેલ છે આ અભિયાનના ફળ દોઢ માસ પછી ચોમાસામાં દેખાશે આપણી પાસે જે જગ્યાઓ છે તેને ઊંડુ કરીને જળસંગ્રહની ક્ષમતા વધારીને તેમાં મોરબી જિલ્લો આગળ વધી રહેલ છે રાજય સરકારના પાંચ વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી જનભાગીદારીથી હાથ ધરાયેલ છે સર્વગ્રાહી, સામુદાયિક આ જળઅભિયાન પ્રથમ વાર હાથ ધરાયેલ છે જેમા જળસંચયના તમામ પાંસાઓ આવરી લેવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતમાં એક ઉર્જા ચેતના જાગૃત થયેલ છે ધાર્મિક સંસ્થાઓ આગળ વધી રહી છે આ એક જનઆંદોલન બની ગયેલ છે એ રાજ્ય સરકારની વિશ્વસનિયતા બતાવે છે મોરબી જિલ્લો તા.૩૧મે સુધીમાં સો ટકા જળ સંચય કામગીરી નો લક્ષયાંક પૂર્ણ કરશે.

જિલ્લા કલેકટર આર.જે.માકડીયાએ જણાવ્યુ હતુ કે મોરબી જિલ્લામાં ગત તા.૧મે થી સુજલામ સુફલામ જળઅભિયાન શરૂ થયેલ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ ક્ષેત્રે ખુબ સહકાર મળેલ છે વાલસણ જેવા લઘુમતિ સમાજના ગામમાં પવિત્ર રમઝાન મહિનામાં પણ દિવસે લોકો કામે આવીને પરિણામલક્ષી સહયોગ આપતા તંત્રની કામગીરીમાં જુસ્સો ઉમેરાયો છે. નરેગાના કામોમાં શ્રમિકોને શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરાયેલ છે તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ સહયોગથી છાશનું પણ વિતરણ કરવામાં આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.