Abtak Media Google News

કિસાન ક્રાંતિ ટ્રસ્ટે આવેદનપત્ર પાઠવ્યુ

જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત તારીખ ૧૪ ને  ગુરૂવારના બપોરના સુમારે વાવાઝોડા જેવા પવન સાથે પડેલા કમોસમી માવઠાને કારણે ઝાલણસર સહિતના આસપાસના ગામોમાં ઉભા પાકનો સોથ વળી જતા કિસાન ક્રાંતિ  ટ્રસ્ટના નેજા તળે બહોળી સંખ્યામાં ખેડૂતોએ  ખેતીવાડી  અધિકારી  સહિતના અધિકારીઓને આવેદન આપી તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી હતી.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 2

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢમાં ગત તારીખ ૧૪/૧૧/૨૦૧૯ને ગુરુવારના રોજ બપોરના સુમારે   ગાજવીજ અને ભારે પવન સાથે પડેલા કમોસમી માવઠાને કારણે ઝાલણસર સહિતના આસપાસના ગામોમાં ઉભા પાકનો શોથ વડી જતા ખેડૂતોના થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવા સ્થાનિક તેમજ આસપાસના ગામોના ખેડૂતોએ  કિસાન ક્રાંતિ ટ્રસ્ટના નેજા તળે જુનાગઢ તાલુકા પંચાયતના ખેતીવાડી શાખાના વિસ્તરણ ખેતી નિયામકને આવેદન આપી પ્રબળ માંગ કરી હતી છેલ્લા કમોસમી માવઠાથી મગફળી તેમજ કપાસના પાકને વ્યાપક નુકસાન થયેલું છે  જેના કારણે ખેડૂત  રિતસર ભાંગી પડયો છે અને હાલની પરિસ્થિતિ જોતા રવિ પાક નું વાવેતર પણ સમયસર થઇ શકે તેમ ન હોય તાત્કાલીક સર્વે કરાવી   વળતર અપાવવા ઉપસ્થિત આગેવાનોએ ધારદાર રજૂઆત કરી હતી આ ઉપરાંત આવેદન જિલ્લા કલેકટર જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓને પણ રવાના કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.