Abtak Media Google News

ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવા સહિતની કાર્યવાહી

ચાલુ સાલના બજેટમાં મહાપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૯માં કોમ્યુનિટી હોલ બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ પાસે મહાપાલિકા દ્વારા હોલ બનાવવામાં આવશે. ટુંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં છેવાડાના માનવીને પણ તમામ સુવિધાઓ મળી રહે તે માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ચાલુ સાલના બજેટમાં ન્યુ રાજકોટમાં કોમ્યુનિટી હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. વોર્ડ નં.૯માં બાપાસીતારામ ચોક નજીક આવેલા પેરેડાઈઝ હોલ પાસે અત્યાધુનિક સુવિધાઓથી સજજ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ માટે ટુંક સમયમાં ટેન્ડર પ્રસિઘ્ધ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.