Abtak Media Google News

રાજયભરના વાલીઓ માટે ફી મુદ્દે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓ દ્વારા બેફામપણે ઉઘરાવતી ફી મુદ્દે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ફિ નિર્ધારણ માટે નવેસરથી ફી નિયમન કમિટીની રચના કરવા સરકારને આદેશ કરાયો છે. હાઈકોર્ટના ૨ નિવૃત જજના નેજા હેઠળ કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી નવેસરથી ફી નકકી કરશે. આ કમિટીમાં વાલી મંડળનો પણ સમાવેશ કરવામાં આવશે. હવે નવી કમિટી દ્વારા જે પ્રોવિઝનલ ફી નકકી કરવામાં આવશે. શાળા સંચાલકો તે નિર્ધારીત જ ફી વસુલ કરી શકશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વધારાની ફી પરત કરવા શાળાઓને આદેશ આપ્યો છે.

આ નિયમના ભંગ કરનાર શાળાઓ સામે કાયદાના પ્રથમ ભંગ માટે રૂ.૫ લાખનો દંડ, બીજીવાર ગુના માટે રૂ.૫ લાખથી ૧૦ લાખનો દંડ અને જો ત્રીજીવાર કાયદાનો ભંગ કરશે તો શાળાને અપાયેલ માન્યતા રદ કરવામાં આવશે અને એનઓસી પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. નિયત ફી કરતા વધુ વસુલ થયાના કિસ્સામાં બમણી ફી પરત કરવી પડશે.

આ સમગ્ર મામલે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય સરકારનો અને વાલીઓનો વિજય છે.

સુપ્રીમ કોર્ટ ફી નિયમન મુદ્દે કેટલાક સુધારા-વધારા સુચવ્યા છે. જેનો સરકાર અમલ કરી નવેસરથી ફી નિયમન કમિટી બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.