Abtak Media Google News

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન ઉપર પાંચ મહિનાના લાંબા સમયગાળા પછી મુસાફરી ટ્રેનના પૈડા શરૃ થઈ ગયા છે. ઓખાથી ઉપડેલી ટ્રેના ગઇકાલે ગાંધીનગરના રેલવે સ્ટેશન પર આવી ચૂકી હતી, અને રેલવે તંત્ર દ્વારા મુસાફરોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ટ્રેનના ડબ્બામાં પ્રવેશ આપી ટ્રેનને પુરી તરફ જવા માટે રવાના કરી દેવાઈ છે. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર પાંચ મહિનાથી મુસાફરી ટ્રેનના આવન-જાવન પર પ્રતિબંધ હતો, માત્ર માલગાડીઓ પસાર થતી હતી. જામનગરનું રેલવે સ્ટેશન ફરીથી ધમધમતું થયું છે, અને પ્રથમ મુસાફરી ટ્રેનનો લોકડાઉન પછી પ્રારંભ થયો છે. ઓખાથી પુરી તરફ જવા માટેની પ્રથમ ટ્રેનને ઓખામા લીલીઝંડી અપાયા પછી ગઇકાલે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટ્રેન આવી પહોંચી હતી. જેમાં અગાઉથી બુકીંગ કરાવેલું હોય તેવા મુસાફરોને ગાંધીનગર રેલવે સ્ટેશન પર તમામ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સ જળવાયેલું રહે.

Screenshot 1 14

ઉપરાંત સેનીટાઈઝરની પ્રક્રિયા માસ્કનું ચેકીંગ વિગેરે નિરીક્ષણ કર્યા પછી જ મુસાફરોને પ્લેટફોર્મ પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને વેઈટીંગ એરિયામં પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરોને બેસાડવામં આવ્યા હતાં. ઓખા તરફથી આવેલી ટ્રેનમાં મુસાફરોને પ્રવેશ માટે જરૃરી રેલવે સ્ટાફ તેમજ રેલવે પોલીસ તહેનાત રાખવામાં આવ્યા હતાં. ટ્રેનના ડબ્બાની અંદર પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાયેલું રહે તે રીતે જ બેઠકો ફાળવવામાં આવી હતી. આ પ્રથમ ટ્રેન પુરી તરફ રવાના કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.