તાલાલામાં પાલિકા દ્વારા બિસ્માર રોડ-રસ્તાની કામગીરીના શ્રીગણેશ

તાલાલા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલ નો મુખ્ય માર્ગ ચોમાસા દરમિયાન સાવ બિસ્માર હાલત થઈ ગયેલ હોય લોકોને જવા આવવામાં મુશ્કેલી પડે તે માટે  રોડની કામગીરી વહેલી તકે કરવી પડે એવી જરૂરિયાત હોય આ માર્ગ પર તાલુકાના લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા હોય છે તેમજ તાલુકાના બાળકો સ્કૂલમાં ભણવા આવતા હોય છે આ બધી બાબતોને ધ્યાનમાં લઇ આ રોડની કામગીરી

આજરોજ અમિતભાઈ ઉનડકટ તેમજ ભુપતભાઈ હિરપરા તથા દિલીપભાઈ બોરીચા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહી આ લોકોને ઉપયોગી મુખ્ય માર્ગ ગણાય તેની કામગીરીની શરૂઆત ના શ્રી ગણેશ કર્યા

Loading...