Abtak Media Google News

ધર્મ જીવન સોસાયટીમાં વૃધ્ધાના સોનાના ચેઇન અને મોબાઇલ લૂંટના ગુનામાં ઝડપાયેલા બે શખ્સોની પૂછપરછમાં થયો ઘટસ્ફોટ: કમલેશ રામાણી સાથે સમાધાન કરી મોટી રકમ પડાવી બ્લેક મેઇલીંગકાંડનો બદલો લેવા ઘડયો કારસો

શહેરમાં રંગીન મિજાજી તરીકે પંકાયેલા કમલેશ રામાણી સાથે સમાધાન કરી પૈસાની મામલે થયેલી માથાકૂટનો બદલો લેવા વિવાદાસ્પદ યુવતી નેહાનો ચેહરો વિકૃત કરવાની સોપારી લેવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી કમલેશ રામાણીની શોધકોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ધર્મ જીવન સોસાયટીમાં આવેલા ધર્મ જીવન એપાર્ટમેન્ટના પાર્કીગમાં સારદાબેન મનસુખભાઇ લોહાણા, વિલાશબેન અને મધુબેન શિંગાળા પાર્કિગમાં બેઠા હતા ત્યારે બાઇક પર ઘસી આવેલા આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમરના બે યુવાનો ત્યાં ઘસી આવ્યા હતા અને નેહાદીદી કયાં રહે છે તેમ પૂછપરછ કરતા નેહા અહીં ન રહેતી હોવાનું જણાવતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને શારદાબેનના ગળામાંથી સોનાની કંઠીની ચીલ ઝડપ કરી હતી.

તે દરમિયાન નરેન્દ્રભાઇ નામની વ્યક્તિ ત્યાં ઘસી આવતા બંને શખ્સોએ નરેન્દ્રભાઇના હાથમાંથી મોબાઇલની લૂંટ ચલાવી બાકિ પર ભાગી ગયા હતા. ભક્તિનગર પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા ધર્મ જીવન એપાર્ટમેન્ટ નજીક અન્ય એક શખ્સ પણ ઉભો હોવાના ફુટેજ મળ્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા, પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, હેડ કોન્સ્ટેબલ જગમલભાઇ ખટાણા, સંતોષભાઇ મોરી, મયુરભાઇ પટેલ અને કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે સોનાની કંઠી અને મોબાઇલની લૂંટના ગુનામાં સંડોવાયેલા મુળ જાફરાબાદના વતની અને સુરત રહેતા ચેન હસમુખ રાઠોડ અને આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા અનમોલ રમેશ વાળા નામના શખ્સોને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધા હતા.

બંને શખ્સો પાસેથી સોનાની કંઠી અને મોબાઇલ કબ્જે કરી ધર્મ જીવન એપાર્ટમેન્ટમાં નેહાદીદી અંગે કેમ પૂછપરછ કરી તે અંગે તપાસ કરતા બંને શખ્સોએ નેહા નામની યુવતીનો ચહેરો વિકૃત કરવાની કમલેશ રામાણી પાસેથી સોપારી લીધી હોવાની ચોકાવનારી કબુલાત આપી છે.

રંગીન મિજાજી કમલેશ રામાણી અને નેહા વચ્ચેના સુવાળા સંબંધો અંગેના વિવાદના સમાધાન પેટે કમલેશ રામાણીએ મોટી રકમ આપવા અંગે અને તેને બ્લેક મેઇલીંગ કરવાનો બદલો લેવા કમલેશ રામાણી ચેતન હસમુખ રાઠોડ, અનમોલ રમેશ વાળા, અફજલ, કલ્પેશ અને જમાલને સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કમલેશ રામાણીએ ધર્મ જીવન એપાર્ટમેન્ટમાં રહેતી નેહાના ચહેરા પર બ્લેડ અથવા છરીથી છરકા કરી તેણીનો ચહેરો વિકૃત કરી તેના સ્વ‚પનું ઘમંડ ઉતારવા માટે પાંચેક માસ પહેલાં જમાલને જણાવ્યું હોવાથી જમાલે ચેચેતન રાઠોડ અને અનમોલ વાળાને બિગ બજાર પાસે સિલ્વર હાઇટ પાસે બોલાવી રૂ. ૧.૫૦ લાખ આપવાનું નક્કી કરી રૂ.૪૫ હજાર એડવાન્સ આપ્યા હતા. ચેતન રાઠોડ અને અનમોલ વાળાએ પોતાની ગેંગમાં અફજલ અને કલ્પેશને સામેલ કરી ગત તા.૮મીએ ધર્મ જીવન એપાર્ટમેન્ટમાં નેહા પર હુમલો કરી ચહેરો વિકૃત કરવા ગયા ત્યારે તેણી હાજર ન હોવાથી શારદાબેનના ગળામાંથી સોનાના ચેઇનની લૂંટ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

કમલેશ રામાણી તેના સાગરીત જમાલ, સોપારી લેનાર ચેનત રાઠોડ, અનમોલ વાળા, અફજલ અને કલ્પેશ સામે હુમલો કરવાનું કાવત‚ રચ્યા અંગેનો સરકાર પક્ષે પોલીસ ફરિયાદી બની કમલેશ રામાણીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.