Abtak Media Google News

લાલપરમાં સિરામિક ફેકટરી દ્વારા જાહેરમાં કોલગેસનો કદડો વહેવડાવ્યો

મોરબી : મોરબીમાં જિલ્લા વહીવટી તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ભ્રષ્ટાચારી નીતિને પાપે જનતાનો જીવ જોખમમાં મુકાય તે રીતે કોલગેસ માફિયાઓ દ્વારા જાહેરમાં  કોલગેસના કડદાનો નિકાલ કરવામાં આવતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સિરામિક ઉદ્યોગકારો દ્વારા સસ્તા ઇંધણના વિકલ્પે પ્રતિબંધિત કોલગેસ પ્લાન્ટ ચલાવી જન આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં થઈ રહ્યા છે, આશ્ચર્ય તો એ વાતનું છે કે   સુપ્રીમ કોર્ટ અને પર્યાવરણ કાયદાની ઉપરવટ જઇ સીરામીક એકમો દ્વારા જાહેરમાં કોલગેસનો અત્યંત ઝેરી કદળો જાહેરમાં નિકાલ કરવામાં આવતો હોવા છતાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ફક્ત સેમ્પલ લઈ ને સંતોષ માની મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરી લે છે.

Img 20180420 Wa0026 1દરમિયાન સીરામીક એકમો દ્વારા અગાઉ આવા ઝેરી કડદાને પ્લાન્ટમાં બાળવાને બદલે રાત્રીના સમયે ખાનગી વાહનમાં આવું દૂષિત પાણી નદી નાળામાં વહેવડાવી દેવામાં આવતું હતું જેને પગલે મોરબી આસપાસના ભૂગર્ભ જળ પ્રદુષિત થતા લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે પોલીસે અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા દેખાવ પૂરતી કામગીરી કરી માત્ર પાંચ, સાત ગાડીઓ પકડી સંતોષમાની કામગીરી કાગળ ઉપર દેખાડી હતી.

દરમિયાન હોવી કોલગેસ માફિયાઓ દ્વારા રોક શકો તો રોક લો જેવો પડકાર ફેંકી જાહેરમાં જ ફેકટરી પાસે જ કોલગેસનું અતિ ઝેરી પ્રવાહી જાહેરમાં છોડવાની હિંમત કેળવી લીધો છે જેમાં લાલપર નજીક આવેલ સીરામીક પ્લાન્ટનું નામ બહાર આવ્યું છે.

આ સંજોગોમાં મોરબીને પ્રદુષણ મુક્ત કરવાની ડંફાંસો મારતા સીરામીક ઉદ્યોગપતિઓએ હિંમત બતાવી જાહેરમાં પ્રદુષિત ઝેરી પાણી છોડતા તત્વો સામે કાયદાકીય પગલાં લેવા જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.