Abtak Media Google News

મ્યુનિ.કમિશનર અને ડીડીઓ સો બેઠક કરીને જરૂરી ચર્ચા-વિચારણા કરાશે: ટેકનોલોજીની મદદી સિંગલ યુઝ પ્લાસ્ટીકની અવેજીમાં કોઈ અન્ય મટીરીયલ્સ ઉપયોગમાં લઈ શકાય કે કેમ તે અંગે ચકાસણી કરાશે

હાલ સિંગલ યુઝ પ્લાસ્ટીક  માાના દુ:ખાવા સમાન બન્યું છે. ત્યારે આ મુદ્દે નવનિયુક્ત જિલ્લા કલેકટર રેમ્યા મોહને એકશન પ્લાન તૈયાર કરવાની તૈયારી દર્શાવી છે. આ અંગે તેઓ દ્વારા મ્યુનિ.કમિશનર અને ડીડીઓ સો બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા પણ કરવામાં આવનાર છે. ટેકનોલોજીની મદદી સિંગલ યુઝ પ્લાસ્ટીકની અવેજીમાં કોઈ અન્ય મટીરીયલ લઈ શકાય છે કે કેમ તે અંગે જરૂરી ચકાસણી તેઓ દ્વારા કરાવવામાં આવનાર છે.થોડા સમય બાદ ચકાસણીના અંતે પાયલોટ પ્રોજેકટ પણ લાવવાની જિલ્લા કલેકટરે તૈયારી દર્શાવી છે.

હાલ ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સમગ્ર વિશ્ર્વ આ સમસ્યાી પીડાય રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ માટે પ્લાસ્ટીક મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે રાજકોટ જિલ્લો પ્લાસ્ટીક મુક્ત બને તે માટે નવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને જરૂરી પગલા લેવાની તૈયારી દર્શાવી છે. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટીક જેનો ઉપયોગ એક વાર જ કરી શકાય છે પરંતુ તેનો નાશ કરવો ખુબજ કપરો છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક સામે નવનિયુક્ત જિલ્લા કલેકટર રેમ્યા મોહને એકશન પ્લાન તૈયાર કરવાની તૈયારી દર્શાવી દીધી છે. તેઓ આ એકશન પ્લાનમાં મ્યુનિ. કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને પણ સો રાખવાના છે.

આ બન્ને આઈએએસ અધિકારીઓ સો બેઠક યોજી જરૂરી ચર્ચા-વિચારણા કરશે. આ મુદ્દે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટીકની અવેજીમાં કોઈ અન્ય મટીરીયલ ઉપયોગમાં લઈ શકાય છે કે કેમ તે અંગે તપાસણી હાથ ધરવામાં આવશે. દોઢ કે બે મહિનામાં જરૂરી તપાસણી કરીને જો સફળતા મળે તો પાયલોટ પ્રોજેકટને પણ અમલી બનાવી દેવામાં આવશે.

વધુમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું કે, સાઉ ઈન્ડિયાના એક જિલ્લામાં સિંગલ યુઝ પ્લાસ્ટીકને બદલે ચોખાના સ્ટાર્ચથી બનતા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. આ મટીરીયલ પ્લાસ્ટીકની ગરજ સારે છે. તેનો સરળતાી નિકાલ પણ થઈ શકે છે. આ મટીરીયલ્સને જો ગરમ પાણીમાં ડુબાડવામાં આવે તો તે બાયો ડિગ્રેડ થઈ જાય છે.થોડા વધુ તાપમાનમાં આ મટીરીયલ પાણીમાં ઓગળી જાય છે અને બાદમાં આ પાણીને પીવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રોજેકટ રાજકોટ જિલ્લા માટે અનુકુળ છે કે કેમ, તે અંગે જરૂરી તપાસ કરાશે. જો આ પ્રોજેકટ રાજકોટ જિલ્લા માટે અનુકુળ ન હોય તો તેના બદલે બીજો કોઈ ઓપશન મળે છે કે કેમ તે અંગે જરૂરી સંશોધનો કરીને દોઢેક મહિનામાં પ્લાન તૈયાર કરવામાં આવશે. બાદમાં આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આમ નવનિયુક્ત જિલ્લા કલેકટર રેમ્યા મોહને રાજકોટ જિલ્લાને સિંગલ યુઝ પ્લાસ્ટીકી મુકત કરવાની તૈયારી દર્શાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.