Abtak Media Google News

જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાન જ ખુલ્લી રહેવાની છે, લોકોએ દુકાન બહાર ભીડ ન કરવા અનુરોધ

કોરોના વાયરસના સંક્રમણને રોકવા જામનગર સહીત સમગ્ર ગુજરાતને સોમવારે મધરાતથી લોકાડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં કલમ ૧૪૪ બાદ લોકડાઉન કરવામાં આવ્યું હોવા છતાં લોકોના માર્ગો અને ઘરની બહાર આંટાફેરા યથાવત રહેતા તંત્રને સાવચેતીની કામગીરીમાં અવરોધ આવી રહ્યો છે. ત્યારે જીવન જરૂરિયાતની દરેક વસ્તુ પ્રાપ્ય થશે પણ દુકાનો પર ભીડ ન કરો સલામત અંતર રાખો,લોકો શેરીના નાકે,સોસાયટી કે ગલીમાં એકઠા ન થવા કલેકટરે પુન: શહેરીજનોને અનુરોધ કર્યો છે.

સમગ્ર રાજયની સાથે જામનગર જિલ્લો લોકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે જામનગર જિલ્લા કલેકટર રવિશંકરદ્વારા લોકોને ગભરાશો  નહી પરંતુ સતર્ક રહેવા જણાવી ૩૧ માર્ચ સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે, કરીયાણાની દુકાન, શાકભાજીની દુકાન, દુધની દુકાન અને દવાઓના સ્ટોર ચાલુ રહેશે. તેમાં લોકોને કોઈપણ જાતની અગવડ ન પડે તે માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ માટે આવશ્યકતા ઉત્પન્ન થશે તો તંત્ર દ્વારા ૨૪ કલાક આ દુકાનો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવશે એટલે કોઈપણ રીતે દુકાન પર ભીડ ન કરવી જે રીતે એટીએમમાં ગુપ્તતા જાળવવા માટે ઓછામાં ઓછા એક મીટરનું અંતર રાખવું.

વળી જે દુકાનો ચાલુ રાખવાની છે તે સ્થળો પર હેન્ડ સેનીટાઇઝર અને સોડીયમ હાઇપોકલોરાઇડના સોલ્યુશનથી પોતાની દુકાનને, ડેશબોર્ડ કે જે જ્ગ્યાઓ પર લોકો હાથ અડાડતા હોય તે જ્ગ્યાઓ પર સેનીટાઇઝેશનની વ્યવસ્થા રાખવા તાકીદ કરી હતી. શહેરમાં લોકો શેરી અને રોડના નાકે, ગલીઓમાં ટોળે વળી ન બેસવા, જાહેરપ્લોટ કે સોસાયટીના કોમન પ્લોટમાં એકઠા ન થવા તાકીદ કરી છે.શહેરમાં બિનજરૂરી ફરતા લોકો ૩૦ વર્ષની નીચેના યુવાનો છે ત્યારે વાલીઓ એમને સમજાવે કે અન્યથા તંત્ર દ્વારા હજુ વધારે કડકાઈથી કાયદાનું અમલીકરણ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.

શહેરમાં ૭૦૦ થી ૮૦૦ લોકો હોમકોરેન્ટાઇન છે જેમને પૂરતી સારવાર મળે અને તેઓ અન્ય લોકોના સંપર્કમાંન આવે તે માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે કાયદાના સંપૂર્ણ રીતે માનસિક રીતે અને શારીરિક રીતે પાલન કરી લોકો સહયોગ આપે તે જરૂરી છે.

જ્યારે પણ બહાર જાઓ અને જ્યારે પણ લિફ્ટ કે દરવાજાને અડકો છો તે શક્ય છે કે તે બીજા લોકો એ પણ અડકયા હોય તેથી વારંવાર હાથ દ્વારા મો, નાક અને કાનને અડકવાનું ટાળો તેનાથી જાન જોખમમાં પણ પડી શકે છે.

જામનગરમાં મેયરના વિસ્તારમાંથી હરિદ્રાર ગયેલા ૪૩ મુસાફરો મંગળવારે બસમાં પરત ફરતા તમામ મુસાફરોનું જામ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યુ છે. લોકાડાઉનનો અર્થ લોકો ઘરમાં જ રહેવું અને બહાર આવીને બીજા કોઈપણ સાથે કોઈ પણ પ્રકારના સ્પર્શ કે શેરીંગથી દૂર રહેવાનું છે. બાળકો અને જે ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી ગરમ ભોજન જ કરો અને વાહનોમાં પણ બિનજરૂરી મોટરસાઇકલ ઉપર શહેરમાં ફરવા નીકળવું નહી. જ્યારે પણ બહાર જાઓ અને જ્યારે પણ લિફ્ટ કે દરવાજાને અડકો છો તે શક્ય છે કે તે બીજા લોકો એ પણ અડકયા હોય તેથી વારંવાર હાથ દ્વારા મો, નાક અને કાનને અડકવાનું ટાળો તેનાથી જાન જોખમમાં પણ પડી શકે છે.

શક્ય હોય ત્યાં રોકડા રૂપિયાથી વ્યવહાર કરવાનું ટાળો અને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ભીમ એપ કે અન્ય ડિજીટલ પે પ્લેટફોર્મનો ઉપયોગ કરો. સોશ્યલ મીડિયામાં કોરોનાના રોગને લગતો કોઇ પણ પ્રકારનો સંદેશા કે માહિતી ક્ધફર્મ કર્યા વગર શેર ન કરો. કે જેનાથી લોકોમાં વધુ ચિંતાની લાગણી ફેલાઇ.

શાકભાજીના ભાવમાં બેફામ લૂંટ

જામનગરમાં સુભાષ શાકમાર્કેટ બંધ થતાં હાપા માર્કેટ યાર્ડમાં મનપા દ્વારા શાકભાજી માર્કેટ માટે ફાળવેલી જગ્યામાં કોઇ વ્યવસ્થા ન હતી આથી શહેરીજનોને ફોગટનો ફેરો થયો હતો. બાદમાં શહેરીજનોએ યાર્ડમાંથી શાકભાજીની ખરીદી કરી હતી. પરંતુ યાર્ડમાં જથ્થાબંધ અને રીટેલ શાકભાજીના ધંધાર્થીઓ બાજુ બાજુમાં બેસતા હોય રીટેલ વેપારીઓએ શાકભાજીના ભાવમાં રીતસર લૂંટ ચલાવી હતી.જામનગર સહીત રાજય લોકડાઉન કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં મંગળવારે શેરી,ગલીઓ અને સોસાયટીઓમાં લારી લઇ શાકભાજીનું વેંચાણ કરતા ધંધાર્થીઓ દ્વારા શાકભાજીના ભાવમાં બેફામ લૂંટ ચલાવામાં આવી હતી. રૂ.૨૫ થી ૩૦ ના કીલો વેંચાતા  બટાકાના રૂ.૫૦ થી ૭૦ લેવામાં આવ્યાની ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.