Abtak Media Google News

ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરમાં રાત્રે ૧૦ થી સવારનાં ૭ સુધી એક-એક દિવસ માટે નાયબ મામલતદારોને સોંપાઈ ફરજ

હાલ મોનસુનને લગતી કામગીરી શરૂ થઈ ગઈ હોય ઉપરાંત હિકા વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો હોય જિલ્લામાં આગામી તા.૧ જુનથી ફલડ કંટ્રોલની કામગીરી માટે ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ સેન્ટર માટે ૩૦ નાયબ મામલતદારોનાં જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં દરેક નાયબ મામલતદારોને એક દિવસ માટે રાત્રે ૧૦ થી સવારનાં ૭ વાગ્યા સુધી ફરજ સોંપવામાં આવી છે.

રાજકોટ કલેકટર કચેરી હેઠળ ફરજ બજાવતા નાયબ મામલતદારો એચ.ડી.જોશી, એ.એસ.દોશી, આર.વી.રાજપરા, એન.સી.જીંજરીયા, એચ.ડી.દુલેરા, એચ.ડી.રૈયાણી, માધવ મહેતા, આર.કે.કાલીયા, પી.ડી.ચૌહાણ, એમ.પી.ઝાલા, જી.એચ.ચૌહાણ, એ.જી.મહેતા, એન.પી.અજમેરા, એમ.કે.રામાણી, બી.જે.પંડયા, વાય.ડી.સોનપાલ, જે.એન.સોલંકી, આર.એમ.વાજા, આર.કે.વાછાણી, એસ.એચ.લશ્કરી, એમ.ડી.ટીંબડીયા, બી.આઈ.ભોજાણી, એસ.કે.ઉધાડ, એસ.એચ.હાંસલીયા, એસ.સી.માનસેતા, જે.વી.બ્રહ્માણી, એમ.વી.ડઢાણીયા, એચ.એસ.સોલંકી, વી.વી.વસાણી, એસ.બી.કથીરીયાનો ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટરમાં ફરજ માટે ઓર્ડર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.