Abtak Media Google News

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલ ની સેવા ઓ દિન પ્રતિ દિન ખથળતી જાય છે. સ્વચ્છતા થી લઇ અનેક પ્રકારના પ્રશ્ર્નો હાલ સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલ મા ઉદભવી રહા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર મા એક માત્ર હોસ્પિટલ ગરીબ વર્ગ ના લોકોને પોતાના રોગ નો ઈલાજ માટે છે પણ ત્યાં પણ સગવડ ના નામે મીંડું છે.

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ મા આવેલા કોલ્ડ સ્ટોરેજ છેલ્લા ઘણા સમયથી બંધ હાલત મા છે . ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા બિન વારસી લાસો ખૂબ મોટા પ્રમાણ મા મળે છે તો તેને રાખવી ગાંધી હોસ્પિટલ મા ખૂબ મુશ્કેલ બને છે ત્યારે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ નું કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા છતાં તેમાં બિનવારસી લાશ રાખવા મા આવે છે ત્યારે આ લાસ થોડાક દિવસ માં ગંધાય જાય છે.અને અમુક વખત લાસોં મા કીડા પડી જાય છે.

હાલ મા આ ગાંધી હોસ્પિટલ મા આવેલા સંડાસ ના ખાલ કૂવાઓ પણ ભરાય ગયા છે ત્યારે આ તમામ પ્રકાર ની ગંદકીનો ભારવો ગાંધી હોસ્પિટલ પાછળ આવેલા વિશાળ મેદાન મા થાય છે.અને હાલ ગાંધી હોસ્પિટલ મા ડોક્ટરો ની ચેમ્બર મા ખૂબ મોંઘી ડાત લાદીઓ નાખવા મા આવી રહી છે અને ગાંધી હોસ્પિટલ ના ગાયનેક વિભાગમાં ૨ થી ૩ એસી નવા નાખવા મા આવીયા છે ત્યારે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ નું કોલ્ડ સ્ટોરેજ અને  દર્દીઓ ને મળતી સુવિધાઓ અત્યંત નબળી છે. ત્યારે ડોક્ટરો વીઆઈપી સગવડો ભોગવે છે અને દર્દીઓ પોતાનો ઈલાજ ગંદકી મા કરે છે આ સત વરે સુધરે તેવી માગ લોકો મા ઉઠી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.