Abtak Media Google News

ટોપરું,શ્રીફળ,નાળિયેર નામ અનેક છે પરંતુ તેના ગુણ એકજ છે. ટોપરું એવું નામ સામે આવતા જ કાં તો પ્રસાદી યાદ આવે અથવા તો સાઉથ ઇંડિયન ડિશની સ્વાદિષ્ટ ટોપરાની ચટણી યાદ આવે. પરંતુ ટોપરું એવી વસ્તુ છે જેને નિયમિત રીતે ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક પ્રશ્નોનો ત્વરિત નિકાલ થાય છે. અને એમાં પણ રાત્રે સૂતા પહેલા ખાવાથી તો અનેક રોગ અને બીમારીમાં પણ રાહત મળે છે …તો આવો અહી જોઈએ કે કઈ રીતે ટોપરું સ્વાસ્થ્ય માટે ગુણકારી છે..??

Coconut Meatઅત્યારના આહારથી મોટા ભાગના લોકોને કબજિયાતનો પ્રશ્ન થવો એ સામાન્ય બાબત બની ગયી છે ત્યારે તેનાથી નિજગ મેળવવા અનેક દવાઓનો પણ ઉપયોગ કરી ચૂંકયા હોઈએ છીએ. તેવા સમયે જો રાત્રે બસ એક ટુકડો ટોપરાનો ખાઈ લેવાથી આ સમશ્યાનો ઉકેલ લાવી શકાય છે.

ઘણા લોકો એવા હોય છે જેને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમશ્યા સતાવતી હોય છે અને તે પરેશાનીથી બચવા બને ત્યાસુધી મુસાફરીને તળતા હોય છે. પરંતુ તેવા સમયે ઉલ્ટી થવાથી બચવા માટે ટોપરાને ચાવીને ખાય તો ઉલ્ટી નથી થતી અને શાંતિથી સફરનો આનંદ માણી શકાય છે.

હૃદયની બીમારી આજકાલ ખૂબ ઝળપથી વધતી જોવા મળે છે. તેવા સમયે તેમાં રાહત મેળવવા ગુડ કોલેસ્ટેરોલ વાળા નાળિયેરને ખાવું જોઈએ.

Gettyimages 88873782સુંદરતા એ સ્ત્રીનું ઘરેણું છે, ત્યારે ચહેરા પરના ખીલ એ તેના પરના ડાઘ સમાન હોય છે અને અનેક કારણોથી ચહેરા પર ખીલ થતાં હોય છે. અને આ ખીલને ચહેરા પરથી દૂર કરવા માટે નાળિયેરના પાણીને કાકડીના જ્યુસમાં મિકસ સારી ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે.

નાળિયેરને ચાવી ચાવીને ખાવાથી દાટ અને જડબાની સારી કસરત થાય છે અને પેઢા પણ મજબૂત થાય છે. જે પેરલિસિસના દર્દીઓને પણ લાભદાયી સાબિત થાય છે.

તો આ હતા નાળિયેરના કેટલાક ફાયદાઓ. તો રાહ કોની જુઓ છો દરેક પરેશાનીથી નિજડ મેળવવા રોજ નાળિયેર ખાવાનું શરૂ કરીદો…

Eatmorecoconut

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.