સહકારી બેંકોને સીઇઓની નિમણૂંક માટે આરબીઆઇની મંજૂરી લેવી પડશે

155

૧૦૦ કરોડ ઉપરની ડિપોઝીટવાળી બેંકોએ સીઈઓ માટેનું અપ્રુવલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મુકવાનું રહેશે

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું અર્બન કો-ઓપરેટીવ બેંકો ઉપર કંટ્રોલ રાખી શકાય તે હેતુસર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કો-ઓપરેટીવ બેંકો માટે સીઈઓની નિયુકિત માટે મંજુરી લેવી પડશે. નિયમો અનુસાર જે કોઈ કો-ઓપરેટીવ બેંકોનું ડિપોઝીટ ૧૦૦ કરોડથી ઉપરનું હોય તો

તેઓએ ચીફ એક્ઝિકયુટીવની નિયુકિત કરવા પહેલા રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મંજુરી મેળવી અનિવાર્ય બની રહેશે. કો-ઓપરેટીવ બેંકોની સુપરવિઝન પ્રેકટીસીસમાં ઘણાખરા વિવાદો સામે આવતા અને લોન આપવાના મુદ્દે જે નિયમોમાં બાંધછોડ કરવામાં આવતી હોવાનું સામે આવતાની સાથે જ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કો-ઓપરેટીવ બેંકો ઉપર સકંજો કસવા માટે નવા નિયમો બહાર પાડયા છે.

આરબીઆઈની રડારમાં આવતની સાથે જ કો-ઓપરેટીવ બેંકો આરબીઆઈના રેગ્યુલેટરી પોલીસી હેઠળ આવી જશે અને જે કોઈ ગેરરીતી થવાની શંકા કો-ઓપરેટીવ એટલે કે સહકારી બેંકોમાં જોવા મળી રહી હતી તે હવે મહદઅંશે ઓછી થઈ જશે.

આરબીઆઈના નવા નિયમો અનુસાર આ અંગેના સુઝાવો બોર્ડ ઓફ ડાયરેકટરના બદલે બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ મુકવામાં આવશે ત્યારે આ નવા નિયમો સેલેરી અર્નર બેંકો માટે નહીં હોય. આરબીઆઈના જણાવ્યા મુજબ જે કોઈ સહકારી બેંકોની ડિપોઝીટ ૧૦૦ કરોડથી વધુની હશે તેઓએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ આ અંગેની માન્યતા પ્રાપ્ત કરવાની

રહેશે. જેથી નિયમો અંગે બોર્ડ ઓફ મેનેજમેન્ટ આ મુદ્દાને બોર્ડ ઓફ ડાયરેકટર સમક્ષ મુકશે અને સહકારી બેંકોની કાર્યપ્રણાલી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે ત્યારે હવે સહકારી બેંકો પણ આરબીઆઈના નેજા હેઠળ આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

Loading...