Abtak Media Google News

કદાચ ભારત જ એક એવો દેશ છે જેમાં નારીનું પૂજન થતું હશે ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ ખોલીને જોઈશું તો સચોટ અંદાજ આવશે કે, આ ભારતને આટ-આટલા નરવીરોના રક્તનું સિંચન કરનારી અને પુણ્યભૂમિ બનાવનારી કોઈ શક્તિ હોય તો તે નારી શક્તિ છે. દસ-દસ અવતારોથી જે ધરતીને સુસજ્જ બનાવી હોય અને સર્વોચ્ચ શિખર ‘જગદગુરુ’નું સ્થાન અપાવ્યું હોય એ ધરાની માતાઓ કેટલી સશક્ત હશે..! કહેવત છે ને કે, “દરેક સફળ પુરુષની પાછળ એક સન્નારીનો હાથ હોય છે.” 

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ છોટાઉદેપુર ખાતે મહિલા સંમેલનમાં હાજરી આપી હતી. આપણે ત્યાં નારી તું નારાયણી નારી નું સ્થાપન, સ્ત્રી દાક્ષિણ્ય, સુરક્ષા, સન્માન કરવામાં આવે છે એટલા માટે આપણે ત્યાં સીતારામ , ઉમાશંકર અને રાધાકૃષ્ણ બોલવામાં આવે છે. રાજ્ય સરકારે મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મહિલા સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો ઉપાડીને કાર્યાન્વિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.