Abtak Media Google News

ભગીરથ નિર્ણય લેવા બદલ રાજકોટની તમામ મહિલાઓ વતી મુખ્યમંત્રીને લાખ લાખ અભિનંદન પાઠવતા અગ્રણીઓ: ‘અબતક’ને આપી વિશેષ વિગતો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લીકેશન લોંચ કરી રાજયની બહેનોને રક્ષાબંધનની ભેટ આપી હોવાનું આજરોજ ‘અબતક’ની મૂલાકાતે આવેલા મેયર બીનાબેન આચાર્ય સહિતના મહિલા અગ્રણીઓએ જણાવ્યું હતુ.

મેયર બિનાબેન આચાર્ય પૂર્વ ધારાસભ્ય ભાનૂબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય રક્ષાબેન બોળીયા, પૂર્વ ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે મહિલાઓના રક્ષણ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઈનની સેવાને અધતન અને મજબૂત બનાવવાના ભાગરૂપે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૮૧ અભયમ મોબાઈલ એપ્લીકેશન લોંચ કરી બહેનોને જબરજસ્ત રક્ષાકવચ પૂરૂ પાડેલ છે.

મહિલાઓની સંવેદનાને ધ્યાને રાખી, મહિલાઓ માટે આ ભગીરથ નિર્ણય કરી, અધતન સુવિધા સભર અભયમ, મોબાઈલ એપ્લીકેશન લોંચ કરવા સાથે ભગીરથ નિર્ણય કરી, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે વધુ એક વખત પૂરવાર કરેલ છે. અને મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની બહેનોને રક્ષાબંધનની ભેટ આપેલ છે.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાની સાથે જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંવેદનશીલ પારદર્શક, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકાર માટેના ચાર સ્તંભના સાથે સતત કાર્યરત રહેલ છે. જેના હૃદયમાં કાયમ માટે સેવાનીજયોત જલી રહી છે. એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ શહેરના મેયર કે સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન તરીકે આરૂઢ હતા ત્યારે પણ શહેરના છેવાડાના અને ગરીબ વર્ગનાં લોકોને સુવિધા મળે તે માટે સતત ચિંતિત હતા

એવા સેવાના ભેખધારી સંવેદનશીલ મુખ્યમંત્રીએ રાજયમાં સૌ પ્રથમ વખત મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી, મુખ્યમંત્રી તરીકેના ૩૬૫ દિવસના કાર્યકાળમાં ટી.૨૦ મેચની જેમ, ત્વરિત ધોરણે ૩૬૫ થી વધુ સમાજલક્ષી નિર્ણયો કરી, પ્રગતિશીલ સરકાર તરીકે ઉભરી આવેલ યુવાધનને બચાવવા વ્યસનથી દૂર રહે તે માટે દારૂબંધીનો કડક કાયદો બનાવ્યો જેને સમગ્ર ભારત દેશ ગૌમાતા તરીકે પૂજે છે.

એવીગાયોને કતલખાને જતી બચાવવા માટે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવ્યો. ગરીબોને આરોગ્યલક્ષી સેવાઓ ખેડુતોના ઉત્થાન માટેની સેવાઓ, શૈક્ષણીક સેવાઓ તેમજ રાજયના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોને જોડતી માર્ગ પરિવહન સેવાઓ આ પ્રકારનાં અનેક નિર્ણયો કરવામાં આવેલ. સાથે સાથે રાજયના વિકાસને જેટ ગતિથી આગળ વધારી ભારત દેશમાં ગુજરાતને આગવું સ્થાન અપાવેલ છે.

૧૮૧ મોબાઈલ એપ્લીકેશન અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલીક ધોરણે બચાવ અને સલાહ માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ૧૮૧ હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા, ગુજરાત સરકારના મહિલા અને બાલ વિકાસ વિભાગ, રાજય મહિલા આયોગ, ગૃહ વિભાગ અને ૠટઊં ઊખછઈં દ્વારા સંકલીત રીતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ૪ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજથી આ સેવા તાલીમ બધ્ધ મહિલા કાઉન્સેલર સાથે ૪૫ રેસ્ક્યુ વાન સહિત ૨૪-૭ સમગ્ર રાજયમાં કાર્યરત છે.

આ સેવાનો મહિલાઓએ ખૂબજ લાભ લીધેલ હોય, તે ધ્યાનમાં રાખી તેમજ મહિલાઓની સંવેદનાને હજુ પણ વિશેષ કવચ પૂરૂ પાડવા, અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મોબાઈ એપ્લીકેશન લોન્ચિંગ કરેલ છે. જેના કારણે બહેનો નિર્ભય બનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.