Abtak Media Google News

લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, શાળાઓ, આવાસ યોજના, વોટર અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ તા ખાતમુહૂર્ત: વીવીપી કોલેજના બે ઓડિટોરીયમનું પણ લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકા અને રૂડાના રૂા.૨૨૨ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત તેઓના હસ્તે વીવીપી એન્જીનીયરીંગ કોલેજના બે ઓડિટોરીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાંજે મુખ્યમંત્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત દિક્ષા ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે ૯:૪૫ કલાકે શહેરના વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલ પાસેના કાર્યક્રમમાં સાધુવાસવાણી રોડ પાસે રૂા.૫.૨૭ કરોડના ખર્ચે બનેલી અત્યાધુનિક સુવિધાથી સજ્જ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ નં.૯ની વોર્ડ ઓફિસ સામે રૂા.૮.૫૧ કરોડના ખર્ચે બનનારા કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે રૂા.૧.૩૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલી કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયના બિલ્ડીંગનું પણ લોકાર્પણ કર્યું હતું. જ્યારે સમ્રાટ અશોક પ્રા.શાળા નં.૪૯ અને મવડી વિસ્તારમાં આવેલી મધર ટેરેસ પ્રા.શાળા નં.૮૮નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Cm-Inaugurates-Rs-5-Crore-Project-In-Rajkot
cm-inaugurates-rs-5-crore-project-in-rajkot

ખુદ મુખ્યમંત્રી બાલ્યાવસમાં ધો.૧ થી ૫ સુધી જ્યાં ભણ્યા હતા તે શ્રીમતિ જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા.શાળા નં.૧૯માં રૂા.૪૨ લાખના ખર્ચે ચાર રૂમનું બાંધકામ કરવામાં આવનાર છે. જેનું પણ આજે વિજયભાઈ ખાતમુહૂર્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે સ્વચ્છતા સર્વેક્ષણમાં વિજેતા બનેલા લોકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સવારે ૧૧:૪૫ કલાકે મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુના પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે મહાપાલિકા દ્વારા પીપીપી હેઠળ ભારતનગર સ્લમ ડેવલોપમેન્ટ અંતર્ગત બનાવવામાં આવેલા ૩૧૪ આવાસ અને ૨૦ દુકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂડા દ્વારા વિવિધ કેટેગરીમાં બનાવવામાં આવનાર ૧૧૧૮ આવાસનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Cm-Inaugurates-Rs-5-Crore-Project-In-Rajkot
cm-inaugurates-rs-5-crore-project-in-rajkot

આ ઉપરાંત કોઠારીયા ખાતે બનનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તથા રૈયા ખાતે સ્કાડા આધારીત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. પેરેડાઈઝ હોલ પાસેના કાર્યક્રમનું રૂા.૧૭.૧૨ કરોડના વિવિધ પ્રોજેકટ જ્યારે સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં યોજાયેલા કાર્યક્રમમાં રૂા.૨૦૫.૪૮ કરોડના જુદા જુદા પ્રોજેકટ સહિત આજે કુલ ૨૬૦ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ તા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વીવીપી એન્જી. કોલેજના બે ઓડિટોરીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અરવિંદભાઈ મણીયાર ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા આજી રાજકોટમાં ગીર ગોલ્ડ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. જેનું હેમુગઢવી હોલ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શુભારંભ કરાવ્યો હતો.

સાંજે મુખ્યમંત્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ આયોજીત દિક્ષા ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપશે.

આ તકે મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.