કલબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી ડ્રેસમાં મન મુકીને ઝુમતા ખેલૈયાઓ

63

કલબ યુવીના ખેલૈયાઓ-દર્શકોની સાથે ઝુમતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર ‘રોશનસિંહ સોઢી’

શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા સાંસ્કૃતિક કલબ યુવી દ્વારા નોખુ અનોખું અને સવિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની અંબીકા ટાઉનશીપમાં યુવી દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે પ્રથમ નોરતે સિદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલના હસ્તે માતાજીની આરતી દ્વારા નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. કલબ યુવીમાં પ્રથમ નોરતે રંગબેરંગી કપડામાં ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા.

કલબ યુવીના પ્રથમ નોરતે પાટીદાર મહાનુભાવો કલબ યુવીના ટ્રસ્ટી કાંતીભાઈ ઘેટીયા, શ્યામલ-શિલ્પન ગ્રુપ, હરીદ્વાર ગ્રુપ, સુર્વણભૂમી પ્રોજેકટ ગ્રુપ, વલ્લભભાઈ વડાલીયા, રાજન વડાલીયા, વડાલીયા ગ્રુપ, હાઈબ્રોન્ડ ગ્રુપ, શિવાલાલભાઈ આદ્રોજા, અશ્ર્વિનભાઈ આદ્રોજા એન્જલ ગ્રુપ, કિશોરભાઈ ખાંટ, બટરફલાય કિચનવેર, અરવિંદભાઈ બુટાણી, પપ્પુભાઈ મહેતા, દિનેશભાઈ ચાપાણી, સ્ટલીંગ પંપ ગ્રુપ, એકટીવ પંપ ગ્રુપ, માનવભાઈ કણસાગરા, ડો.હેમલ કણસાગરા, ગ્રીનલેમ લેમીનેટ ગ્રુપ, સ્વસ્તીક લેસર ગ્રુપ, શિલ્પ સિરામીક ગ્રુપએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. પ્રથમ નોરતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ કલાકાર રોશનસિંહ સોઢી ગુરુચરણસિંહે કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. રોશનસિંહ સોઢીએ પોતાની આગવા અંદાજથી ઉપસ્થિત ખેલૈયાઓ દર્શકોનું મનોરંજન કર્યું હતું. તો કલબ યુવીના આયોજકો સાથે મન મુકી ઝુમ્યા હતા. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત જન મેદનીનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કલબ યુવીમાં પ્રથમ નોરતે રાજકોટના મ્યુનીસીપલ કમિશનર બંછાનિધી પાની અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે વિજેતા ખેલૈયાઓને ઉપસ્થિત મહાનુભાવો કાંતીભાઈ ઘેટીયા, જીવનભાઈ વડાલીયા, રાજુભાઈ કાલરીયા, ચિંતનભાઈ સીતાપરા, ભૌતિકભાઈ માકડીયા, દિપકભાઈ મોરી, અનિલભાઈ ભોરણીયા, સંદીપભાઈ હાંસલીયા, હર્શીલભાઈ ખાચર, કિર્તીભાઈ વાછાણી, અરવિંદભાઈ પાણ, ભરતભાઈ ડઢાણીયા, સંજયભાઈ માકડિયા, મુકેશભાઈ રાંકજા, સમીરભાઈ કાલરીયા, અમીતભાઈ ત્રાંબડીયા વગેરેએ ઈનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં જજ તરીકે ચાર્મીબેન બદાણી, પાર્થ રાવલ, ભકિતબેન, હિરલબેન, કાલીબેન વ્યાસ, નીપાબેન દાવડા, કલ્પકભાઈ ‚પાણી, મિલનભાઈ ત્રિવેદી, રીદેશભાઈ નંદા સેવા આપી રહ્યા છે.

Loading...