જૂનાગઢમાં ૨૪.૧૩ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી રૂપાણીએ વિડિયો કોન્ફરન્સથી કર્યુ ખાતમુહૂર્ત

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે જુનાગઢ મહાનગરપાલિકાના રૂ. ૨૪.૧૩ કરોડ ના ખર્ચે થનાર વિવિધ વિકાસ કામોનું  વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાતમુહુર્ત કરાયું હતું. આ તકેે રાજ્યનાકેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આજે સવારે ૧૦ કલાકે શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતેથી વિડીયોલીંકના માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  જુનાગઢ શહેરના રૂ. ૨૪.૧૩ કરોડના ખર્ચે થનારા અનેકવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત કયું હતું.

જુનાગઢ શહેરમાં શહેરીજનોને મૂળભૂત પાયાની સુવિધાઓ મળી રહે તે માટે અનેક વિધ વિકાસ કામો હેઠળ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા અમૃત સ્કીમ અંતર્ગત રૂ.૧૧.૪૪ કરોડ ના ખર્ચે વોટર પ્રોજેક્ટના વિવિધ ઝોન પૈકીના ઝોન-૪, ૫, ૯, ૧૦,ના જુદા જુદા વિસ્તારમાં ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઉંચી ટાંકી, ભૂગર્ભ ટાંકી (સંપ), પમ્પીંગ સ્ટેશન, મશીનરી, કમ્પાઉન્ડ વોલ વગેરે બનાવવાના પ્રોજેક્ટની સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇવનગર ડમ્પિંગ સાઈડ ખાતે બાયો મીથેનેશન પ્લાન્ટ રૂ. ૪.૬૯ કરોડ ના ખર્ચે સ્થાપિત કરવાનું કામ તેમજ બાયો માઈનીગ લેગેસી વેસ્ટ -જુના ઘન કચરા નિકાલ -પ્રોજેક્ટ રૂ. ૮ કરોડના ખર્ચે કરવાના કામ સાથે મહાનગરના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૨૪.૧૩ કરોડના ખર્ચે થનારા કામોનું ખાતમુહુર્ત  કરવામાં આવ્યું હતું.

આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી જવાહારભાઈ ચાવડા, મનપાના મેયર ધીરૂભાઈ ગોહિલ, ડે.મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેશિયાં, શહેર ભાજપ મહામંત્રી અને કોર્પોરેટર પુનિત શર્મા સહિતના મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ શહેરમા રૂ. ૨૪.૧૩ કરોડના ખર્ચે થનારા વિવિધ પ્રોજેક્ટ કાર્યરત થવાની શહેરીજનોને અનેકવિધ સુવિધાઓ મળી રહેશે.

Loading...