વોર્ડ નં.૧૦ કિષ્નાપાર્ક સોસાયટીમાં પેવર બ્લોકનું અંજલીબેન રૂપાણી-બીનાબેન આચાર્યના હસ્તે ખાતમુહૂર્ત

વિદ્યાનસભા ૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટ માંથી વોર્ડ નં.૧૦માં યુની. રોડ પર કિષ્નાપાર્ક સોસાયટીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી તથા મેયર બીનાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યુ હતું.

વોર્ડ નં.૧૦માં આવેલા યુની. રોડ પર ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ધારાસભ્ય અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ગ્રાન્ટ માંથી પેવર બ્લોક નાખવાના કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે કોપોરેટર અશ્ર્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, તથા કિષ્નાપાર્ક સોસાયટીના પ્રમુખ અને વોર્ડ નં.૧૦ના ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, કાંતીભાઇ અંટાળા, વજુભાઇ ઢોલરીયા, અશ્ર્વિનભાઇ વેકરીયા, બાબુભાઇ પટેલ, પાયલબેન બેરા, મનીષાબેન સોજીત્રા, સહિતના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading...