Abtak Media Google News

તાલાલાને પણ તમામ ઈકો સેન્સીટીવ ઝોનની હદ પ્રમાણે જ ફાયદો અપાય તેવી માંગ સાથે  લોકોનું આંદોલન

ઈકો સેન્સીટીવ ઝોન બાબતે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા નિર્ધાર કર્યો છે જેમાં કહેવાતા પર્યાવરણપ્રેમીઓ અને વિપક્ષો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. જો કે, ગુજરાત સરકાર પણ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા માટે કટીબધ્ધ હોવાી આ બાબતે ગંભીરતા દાખવવામાં આવી રહી છે. આ બાબતે ગુજરાત સરકારને લોકોનો પણ સહકાર મળી રહ્યો છે અને સરકારના હદ ઘટાડવાના નિર્ણયને આવકાર આપ્યો છે ત્યારે સાસણમાં ઈકો સેન્સીટીવ ઝોનને વાસ્તવિક પરિસ્િિતમાં લાવવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું છે.

ઘણા સ્ળોએ ઈકો સેન્સીટીવ ઝોનની હદ ૦.૫ કિ.મી. ઈ છે તો ઘણી જગ્યાએ ૯.૪ કિ.મી. રાખવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં તાલાલા અને સાસણના રહેવાસીઓ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે, જો ધારીમાં ઈકો સેન્સીટીવ ઝોનની હદ ૦.૫ કિ.મી. ઈ શકતી હોય તો પછી તાલાલા અને સાસણના લોકોને આ ફાયદો કેમ ન મળે.

ગત ૧૧ એપ્રિલના ઈકો સેન્સીટીવ ઝોન માટે નિષ્ણાંતોની બેઠક મળી હતી જેમાં ઈકો સેન્સીટીવ ઝોનની હદ ૧૭.૯ કિ.મી.ી ૯.૪ કિ.મી. વચ્ચે રાખવાને બદલે ૦.૫ કિ.મી. સુધીની કરવા માટે ચર્ચા વિચારણા ઈ હતી.આ નિર્ણયનો તાલાલાને પણ લાભ આપવામાં આવે તેના માટે આંદોલન શ‚ કરવામાં આવ્યું છે. ઈકો સેન્સીટીવ ઝોનના કારણે સનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે. કોઈ પણ જાતના બાંધકામ કે ખેતરમાં સામાન્ય કામો માટે પણ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત એક અવા બીજી રીતે તંત્રની આડોળાઈનો સામનો લોકોને કરવો પડતો હતો. આ પરિસ્િિતમાં ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટવાી ફાયદો મળી રહેશે. આ કારણી જ તાલાલાના લોકો દ્વારા આંદોલન શ‚ કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના રહેવાસીઓને પુરતો ફાયદો મળી રહે તેવી માંગ કરવામાં આવી છે.

વધુમાં એમ પણ કહેવાય રહ્યું છે કે, સનિક લોકો સિંહ બાબતે પુરતા ગંભીર છે અને વર્ષોી આ વિસ્તારમાં રહેતા હોવાના કારણે સિંહની તકેદારી કેવી રીતે રાખવી તે પણ જાણે છે. જો કે કહેવાતા પર્યાવરણ પ્રેમીઓ અને વિપક્ષ દ્વારા એક અવા બીજી રીતે વાંધા કાઢીને ઈકો સેન્સીટીવ ઝોનની હદ ન ઘટે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જો કે સરકાર પણ આ બાબતે વધુ ગંભીર છે અને કોઈપણ ભોગે ઈકો સેન્સીટીવ ઝોનની હદ ઘટાડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ બાબતે જાન્યુઆરી માસમાં પણ સંસદીય કમિટીએ એક દિવસની ગીરની મુલાકાત લીધી હતી અને એક જ દિવસની મુલાકાત નિર્ણય કર્યો હતો કે સિંહોને સંવર્ધન માટે અન્ય સ્થળે ખસેડવા જોઈએ. તેમજ ઈકો સેન્સેટીવ ઝોનની હદ ઘટાડવા ઉપર પણ પ્રશ્ર્નો ઉભા કર્યા હતા ત્યારે આ તમામ લોકોએ એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએ કે ગીર અભ્યારણ્યમાં સિંહને લોકોથી કોઈ જોખમ નથી તેવો વર્ષોથી આ વિસ્તારમાં એકબીજા સાથે રહે છે અને લોકો સિંહ બાબતે ગંભીરતા દાખવી તમામ વિગતોની વનવિભાગને જાણ પણ કરતા રહે છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે ઈકો સેન્સેટીવ ઝોન બાબતે વારંવાર પ્રશ્ર્ન ઉઠાવતા લોકો અંગત હિત માટે વિવાદો ઉઠાવી રહ્યા છે. જે તદન અયોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.