Abtak Media Google News

રાજકોટ ડિવિઝન દ્વારા તાજેતરમાં શરૂ થયેલા અને ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા ‘સ્વચ્છતા પખવાડીયા’ અંતર્ગત સ્વચ્છતા સંબંધી વિવિધ ગતિવિધિઓનું લગાતાર આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફ અનુસાર પખવાડીયાનાં ચોથા અને પાંચમાં દિવસે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે સ્વચ્છ રેલગાડીની થીમ પર ડિવિઝનની દરેક વોશીંગપિટ લાઈનો પર રેલ કર્મીઓ દ્વારા ગહન સાફ સફાઈ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝનમાં રાજકોટ, ઓખા અને હાપામાં પીટલાઈટનની સુવિધા ઉપલબ્ધ છે. મિકેનીકલ વિભાગ દ્વારા આ વોશિંગ પીટ લાઈનોમાં ટ્રેનોના કોચની ધુલાઈ અને મરમ્મતનું કામ કરવામાં આવે છે. સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત રેલવે સ્ટેશન, પરિસરો, ટ્રેક યાર્ડ રેલવે કાર્યાલયો, કોલોનીઓ અને હોસ્પિટલોની સ્વચ્છતા સુનિશ્ર્ચિત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.