Abtak Media Google News

કોર્પોરેશનમાંથી જવાબ મળે છે કે, સિવિલમાં કહો રેકોર્ડ મોકલે અરજદારોને સિવિલમાં કોઈ જવાબ આપતું નથી:કોરોનાથી મોતને ભેટેલા મોટા ભાગના  મૃતકોની વિગત મોકલાય ન હોવાનો ધડાકો

સિવિલ હોસ્પિટલમાંથી છેલ્લા એક પખવાડિયાથી મૃતકોના રેકોર્ડ કોર્પોરેશનમાં મોકલવામાં આવ્યા ન હોવાના કારણે ડેથ સેર્ટિફિકેટ માટે અરજદારોને ધક્કા ખાય રહ્યા છે.કોર્પોરેશનમાંથી લોકોને એવું કહેવામાં આવે છે કે સિવીલ માં કહો કે મૃતકનો રેકોર્ડ મોકલે તો બીજી તરફ સિવિલમાંથી અરજદારોને જવાબ પણ મળતો નથી.બીજી તરફ કોરોનજે વ્યક્તિ નું મોત થયું છે તેની વિગતો મોકલવામાં જ આવી ન હોવા નો પણ ધડાકો થયો છે. સામાન્ય રીતે વ્યક્તિનું મોત નીપજ્યા ચાર થઈ પાંચ દિવસમાં  ફાયર બ્રિગેડમાં જે મોબાઇલ નંબર લખવ્યા હોય તેના પર કોર્પોરેશન દ્રારા મૃતકોના સગાને ડેથ સેર્ટિફિકેટ તૈયાર હોવાનો મેસેજ મોકલી દેવા માં આવે છે.પરંતુ છેલ્લા એકાદ પખવડીયા થી સિવિલ હોસ્પિટલ માંથી મૃતકનો કોઈ રેકોર્ડ કોર્પોરેશનમાં સમયસર મોકલવામાં આવતો નથી જેના કારણે ડેથ સેર્ટિફિકેટ તૈયાર થતા નથી. અરજદારો રોજ ડેથ સેર્ટિફિકેટ માટે કોર્પોરેશન કચેરીએ ધક્કા ખાય છે પણ તેઓને ડેથ સેર્ટિફિકેટ મળતું નથી.અરજદાર જ્યારે પૂછે કે હવે શું કરવું ત્યારે કોર્પોરેશનમાંથી  એવો જવાબ આપવામાં આવે છે કે ,સિવિલમાં કહો કે,મૃતકની વિગત મોકલે પરંતુ સિવિલ માંથી કોઇ જવાબ મળતો નથી.જેના કારણે અરજદારોમાં  ભારે દેકારો બોલી ગયો છે.

એક તરફ સિવિલ હોસ્પિટલ રોજેરોજ અમે આવું સારું કામ કરીએ છીએ તેવું ડંફાશો  હાંકતી અખબારી યાદી મોકલે છે.પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે.સિવિલનું તંત્ર મૃતકનો રેકોર્ડ પણ કોર્પોરેશનમાં મોકલવામાં આવતા નથી.કોરોનાથી મોતને ભેટેલા મોટા ભાગના વ્યક્તિની વિગતો મોકલવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.