Abtak Media Google News

હેલ્પ ડેસ્કનો એક માસમાં ૧૪૦૦ થી વધુ લોકોએ લીધો લાભ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા એક માસથી દર્દિઓના પરિજનો માટે હેલ્પ ડેસ્ક કાર્યરત કાર્યરત કરવામાં આવેલ છે. જેનો ૧૪૦૦ થી વધુ લોકોએ લાભ લીધો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં  વિડિયો કોલીંગથી વાત કરવા માટે તા.૨૪ સપ્ટેમ્બરથી શરૂઆત કરાઈ છે. આ સુવિધા કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓ તથા તેમના સંબંધીઓ માટે  સેતુરૂપ બનવા સાથે સહાયરૂપ બની છે.

હેલ્પ ડેસ્કમાં બે  મોબાઈલ અને  વોર્ડમાં  ચાર મોબાઈલ રાખ્યા છે. જેના માધ્યમથી નિયત કરેલા સમયે દર્દીના સંબંધી આવે એટલે વોર્ડના કર્મચારીને સૂચના આપી દર્દી સાથે વાત કરાવવા સાથે તેમની તબીયતનાં ખબર અંતર પણ જાણી શકાય છે. અહી દર્દીને અપાતી સારવાર, ઇન્વેસ્ટીગેશન, સિટીસ્કેન, દર્દીની ક્ધડીશન, દર્દી બરાબર જમે છે કે કેમ, બાથરૂમ કે શૌચાલય અંગે તકલીફ નથી તે તમામ બાબતોની દર્દીના સંબંધીને જાણકારી મળે છે. તથા દર્દિને ઘરેથી આવતી વસ્તુ,  કપડા પણ હેલ્પ ડેસ્કના માધ્યમથી પહોંચાડવામાં આવે છે.

આ ઉપરાંત  હેલ્પ ડેસ્ક પર દર્દી આવ્યા ત્યારે કેવી સ્થિતી  હતી, સારવાર અપાયા બાદ હવે કેવી સ્થિતી છે. એ ઉપરાંત તેમને ડિસ્ચાર્જ કરવાના થાય તો ફોનથી જાણ કરવામાં આવે છે. દર્દિઓ ડિસ્ચાર્જ થાય એટલે આરોગ્ય વિભાગને જાણ કરી જરૂરી દવા, સારવાર, પ્રોસીજરની જાણકારી આપી, દર્દિને સંબધીત તાલુકાના વાહન સાથે ઘરે મુકવા સહિતની સુવિધા આપવામાં આવે છે.

જૂનાગઢ જીલ્લામાં વધુ ૩૩ કોરોના સંક્રમિત

જૂનાગઢ શહેરના ૧૬ સહિત સમગ્ર જિલ્લાના ૩૩ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર ગત સાંજ સુધીના ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૬ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય  જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારના ૧૭ વ્યક્તિના મળી કુલ ૩૩ દર્દીઓના કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.