Abtak Media Google News

સ્વીપ અંતર્ગત WOW બસમાં મતદાર જાગૃતિનો સંદેશો આપતાબેનરોલગાવાયા: રેસ્ટોરામાં યુવા મતદારોએ મતદાન કરવાનાં શપથ ગ્રહણ કર્યા

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.

Img 20190412 Wa0200

ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાનાં ખાસ પ્રોજેકટની ‘વાઉ’ બસને પણ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં જોડવામાં આવી છે.

આ બસમાં મતદાર જાગૃતિનો સંદેશો આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. ગઈકાલે ‘વાઉ’ બસમાં યુવા મતદારોને સીટી રાઈડ કરાવવામાં આવી હતી ત્યારબાદ સંકલ્પ રેસ્ટોરામાં યુવા મતદારો પાસેથી મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.