શહેર ભાજપ દ્વારા શિવ શોભાયાત્રા અને શિવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત

52

મહાશિવરાત્રીના પાવન અને  ભક્તિસભર પર્વ અંતર્ગત શહેર ભાજપ ધ્વારા શહેરના કોટેચા ચોક ખાતે શિવ શોભાયાત્રાનું તેમજ  જિલ્લા પંચાયત  ચોક ખાતે શિવ રથયાત્રાનું શહેર ભાજપ ધ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે કમલેશ મિરાણી,  બીનાબેન આચાર્ય, અરવીંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, મોહનભાઈ વાડોલીયા, મનીશા ભટૃ, સંગીતાબેન છાયા, કંચનબેન સિધ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્ર્રસિહ ઠાકુર, દીનેશ કારીયા, પરેશ પીપળીયા, સુરેન્દ્ર સિહ વાળા, નીતીન ભુત, માધવ દવે, અશ્ર્વીન પાંભર, પ્રદીપ ડવ, નીલેશ જલુ, જીજ્ઞેશ જોષ્ાી, દલસુખ જાગાણી , કાશ્મીરાબેન નથવાણી, અજય પરમાર, હીતેશ મારૂ, ભાવેશ ટોયટા, સી.ટી. પટેલ, ઘનશ્યામ કુગશીયા, રમેશ દોમડીયા, અનીલ લીંબડ, કાથડભાઈ ડાંગર, હીરેન સાપરીયા, સંજય પીપળીયા, હરસુખ માકડીયા, રસીકભાઈ કાવઠીયા, મનસુખભાઈ વેકરીયા, અનીષ જોષી, નરેન્દ્ર્ર કુબાવત, વીપુલ માખેલા, મહેશ બથવાર, જીતુ સીસોદીયા, સંજયસીહ રાણા, હીતેશ ઢોલરીયા , દુર્ગાબા જાડેજા, આશીષ વાગડીયા, બાબુભાઈ આહીર, મનીષ રાડીયા, જયમીન ઠાકર, મીનાબેન પારેખ, વીજયાબેન વાછાણી, પુષ્કર પટેલ, અશ્ર્વીન ભોરણીયા, અનીતાબેન ગોસ્વામી, મુકેશ મહેતા, કીરણબેન માકડીયા, ધારાબેન વૈષ્ણવ, એજાજહુસેન બુખારી, સહિત બહોળી સંખ્યામાં શિવભકતો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરીવારના પી. નલારીયન તથા હરીશ ફીચડીયાએ જહેમત ઉઠાવી હતી.

શહેર કોંગ્રેસ દ્વારા મહાશિવરાત્રીનું પુજન અને મહા આરતી

શહેર કોંગ્રેસ દ્વારા મહાશિવરાત્રીના પવીત્ર પર્વ નીમિતે દેવાદી દેવ મહાદેવનું પૂજન તથા મહાઆરતીનું આયોજન હાટકેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ હતું. શાસ્ત્રોકત વિધીથી ડો.હેમાંગ વસાવડા, મહેશભાઈ રાજપુત  અને રી પ્રદીપભાઈ ત્રિવેદી તથા જીજ્ઞેશ વાગડીયા દ્વારા શંકર ભગવાનનું પુજન કરવામાં આવેલ ત્યાર બાદ બહોળી  સંખ્યામાં ભકતોજનોની હાજરીમાં ડો.હેમાંગ વસાવડા, મહેશ રાજપુત, પ્રદીપ ત્રિવેદી અને વશરામભાઈ સાગઠીયા અને જીજ્ઞેશ વાગડીયા દ્વારા દેવા દી  દેવ મહાદેવની આરતી કરેલ.

આ કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. કાર્યક્રમમાં મુકેશ ચાવડા, રાજદીપસિંહ જાડેજા ધનશ્યામસિંહ જાડેજા, મનીષાબા વાળા, જયાબેન ટાંક, સહીત અનેક  અગ્રણીઓ અને કાર્ય કરો ઉપસ્થિત રહ્યા હતા.

જીવનનગર મહાદેવધામ

રામેશ્ર્વર મહાદેવ મંદિર, જીવનનગર વિકાસ સમિતિ,વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળના સયુંકત ઉપક્રમે  મહાશિવરાત્રી પર્વની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.જીવનનગર, જ્ઞાનજીવન, અમીપાર્ક, દેશળદેવ પરા, શિવપરા, બ્રહ્મસમાજ સોસાયટીના આશરે એક હજાર શ્રદ્ધાળુઓએ ફરાળના મહાપ્રસાદમાં ભાગ લીધો હતો.

શિવરાત્રિ દિને સવારે ૪ વાગ્યાની ભસ્મ આરતીની શરૂઆતથી મોડી રાત્રીના ૧ર કલાક સુધી ધાર્મિક શ્રદ્ધાળુઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.મંદિરના પટાંગણમાં માનવ સમુહ જોવા મળ્યો હતો.મંદિરને લાઈટીંગથી શણગાર, ત્રિપર્વની મહાઆરતી, દિપમાલા, રૂદ્રાભિષેક, સ્તવન, સામુહિક રૂદ્રી, પુજા-પાઠ, સત્સંગ, ભજન-ર્કીર્તનથી સમાપન કરવામાં આવ્યું હતું. રહીશોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.બપોરે ફરાળમાં એક હજાર, સાંજે ફરાળી શીરો, અને ચેવડામાં ચારસો, રાત્રિના ૧ર કલાકે સમાપનમાં ર૫૦ ધાર્મિક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.

Loading...