Abtak Media Google News

ઉતરાખંડ રાજયકક્ષાના મંત્રી સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણીના સહ પ્રભારી જાનદવજી કૌશીક માર્ગદર્શન આપશે

ઉતરાખંડના રાજયકક્ષાના મંત્રી મદનજી કૌશીક ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હોય ત્યારે એરપોર્ટ પર ભાજપ અગ્રણીઓદ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતુ.ઉતરાખંડ રાજયકક્ષાના મંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના ચૂંટણી સહપ્રભારી મદનજી કૌશીકની ઉપસ્થિતિમાં અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તા.૧ ના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભા સ: બેઠક યોજાશે.આઅંગે વધુ માહિતી આપતા શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ કે આગામી દિવસોમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીનું અનુલક્ષી પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં અન્ય પ્રાંતના ભાજપ અગ્રણીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી રહી છે. ત્યારે ઉતરાખંડના રાજયકક્ષાનાં મંત્રી મદનજી કાૈશિકને સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટણી સહપ્રભારીની જવાબદારી સોપેલ છે. ત્યારે આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહેલ મદનજી કૌશિક આવતીકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભા સ: બેઠક યોજી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે જેમાં સવારે ૧૦ થી ૧૧.૩૦ કલાક સુધી વિધાનસભા ૬૮ના વોર્ડ નં. વોર્ડ નં. ૪,૫,૬,૧૫,૧૬ તેમજ સવારે ૧૧.૩૦ થી ૧ સુધી વિધાનસભા ૭૦,૭૧ના વોર્ડ નં.૭,૧૧,૧૨,૧૩,૧૪,૧૭,૧૮ અને સાંજે ૫ થી ૬.૩૦ સુધી વિધાનસભા-૬૯ના વોર્ડ નં.૧,૨,૩,૮,૯,૧૦ના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.