શહેર ભાજપ દ્વારા વોર્ડવાઈઝ ઈ-બુકનું નીતિન ભારદ્વાજના હસ્તે લોન્ચીંગ

ભાજપાનો પ્રત્યેક કાયકર્તા સેવાકાર્યો થકી શહેર, રાજય અને દેશને કોરોનામુકત બનાવવા સંકલ્પબઘ્ધ થાય: ભારદ્વાજ, મિરાણી

એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતી અંતર્ગત શહે૨ ભાજપ કાર્યાલય ખાતે લોકડાઉન દ૨મ્યાન શહે૨ ભાજપના તમામ વોર્ડના કાર્યર્ક્તાઓ ધ્વારા યેલ સેવાકાર્યો જેમ કે ભોજન સહાય, રાશન કીટ વિત૨ણ, દવા-માસ્ક વિત૨ણ, પ્રવાસી શ્રમીકોને સહાય વગેરે સેવાકાર્યો નો સચિત્ર અહેવાલ દર્શાવતી વોર્ડવાઈઝ ઈ-બુક નું વર્ચ્યુઅલ લોન્ચીંગ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજના હસ્તે તેમજ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, વર્ચ્યુઅલ માધ્યમી ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરી તેમજ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડ, ધારાસભ્ય અ૨વીંદ રૈયાણી, ભાનુબેન બાબરીયા, શહે૨ ભાજપ કોષ્થાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહે૨ ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષ્થી, ઈ-બુકના ઈન્ચાર્જ  નિતીન ભુત, સહાયક રાજન ઠકક૨,  ૨મેશભાઈ જોટાંગીયા, હાર્દીક ગોહેલની ઉપસ્થિતિમાં ક૨વામાં આવ્યું હતું.

આ તકે માર્ગદર્શન આપતા નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદના મંત્રને સાકા૨ ર્ક્યો છે ત્યારે હજુ પણ કોરોનાની પરિસ્થિતીને પગલે ભાજપનો કાર્યર્ક્તા વિવિધ સેવાકાર્યમાં જોડાઈ સતત સક્રિય ૨હીને પોતાના શહે૨, રાજય અને દેશને કોરોના મુક્ત બનાવવા માટે સંકલ્પબધ્ધ થાય ત્યારે ભા૨તીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગ૨ની વોર્ડ વાઈઝ ઈ-બુકના વર્ચ્યુઅલ લોન્ચીંગ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કાર્યર્ક્તાઓ જોડાયા હતા.

Loading...