Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડ ગુજરાત મ્યુ. ફાઇનાન્સબોર્ડના ચેરમેન ઘનસુખ ભંડેરી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં યોજનાર પેટા ચૂંઠણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં વિવિધ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પાર્ટીના આગેવાનોને જવાબદારીઓ સોપવામાં આવેલ છે ત્યારે ધારી વિધાનસભામાં ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઇ ભંડેરીને તેમજ લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજને જવાબદારી સોંપેલ છે ત્યારે વર્ષોથી શહેર ભાજપનાં પ્રમુખથી લઇ અનેક વિધ જવાબદારીઓ સરકાર અને સંગઠનમાં સંભાળેલ છે ત્યારે ગુજરાત અને અન્ય રાજયોમાં યોજાતી ચૂંટણીઓમાં નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી પાર્ટીનો વિજય થાય તે માટે સતત ચિંતીત રહ્યા છે અને શહેર ભાજપને પણ પુરતુ માર્ગદર્શન હંમેશા કરતા રહ્યા છે.

ત્યારે આગામી સમયમાં યોજાનારા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે આમ અંતમાં જણાવ્યું હતું. આ તકે ઘનસુખભાઇ ભંડેરી તથા નિતીનભાઇ ભારદ્વાજને શહેરના તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.