Abtak Media Google News

આધુનિક તકનીક દ્વારા નજીવા દરે આંખને લગતી નિદાન-સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવશે

સૌરાષ્ટ્ર-કચ્છની જનતા માટે ક્રાઈસ્ટ હોસ્પિટલ, રાજકોટ ખાતે આજે અત્યાધુનિક આંખના રોગના વિભાગનું ઉદઘાટન થયેલ છે. આ વિભાગમાં આંખના રોગનો સારવાર માટે તમામ આધુનિક સાધનો છે. હવેથી ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે ટાંકા વગરના આંખના ઓપરેશન થઈ શકશે અને મોતીયા માટે ફોલડેબલ મણી મૂકવામાં પણ આવશે.Vlcsnap 2017 04 05 08H56M01S163

ક્રાઈસ્ટ હોસ્પિટલમાં હવેથી આંખના અનુભવી નિષ્ણાંત એવા ડો. નૈષધ જીવરાજાની ની સેવા મળશે. ઉદઘાટન સમારોહમાં હોસ્પિટલના ચેરમેન બીશપ જોસ ચિટ્ટપરમબોલ, બીશપ ગ્રેગરી, હોસ્પિટલના ડાયરેકટર ફાધર જોમોન થોમન્ના, અસિસટન્ટ ડાયરેકટર ફાધર નીધીશ, જનરલ મેનેજર દિપક નિરંજની તથા હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફ હાજર રહ્યા હતા.

આ તકે ડાયરેકટર ફાધર જોમોન થોમન્ના જણાવ્યું હતુ કે આવનારા સમયમાં આ વિભાગ પણ જનતા માટે ખૂબજ લાભદાયક અને આર્શિવાદ ‚પ સાબીત થાશે અને આ વિભાગમાં ખુબજ સંતોષકારક સારવાર ઉપલબ્ધ થશે. આ વિભાગમાં આંખ ને લગતા તમામ નિદાન, સારવાર તેમજ ઓપરેશન તદન વ્યાજબી દરે તેમજ આધુનીક તકનીક દ્વારા કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.