Abtak Media Google News

યુનિવર્સલ બોસ તરીકે પ્રખ્યાત ગેઈલ નામે અનેકવિધ રેકોર્ડો

વેસ્ટઈન્ડિઝ ટીમના ધુરંધર અને વિશ્વ વિખ્યાત બનેલા ક્રિશ ગેઈલે પોતાની વનડેમાંથી નિવૃતિ લેવાનો નિર્ધાર કરી લીધો છે. તેઓએ ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ દરમિયાન જણાવ્યું હતું કે, આવનારા વર્લ્ડકપ ૨૦૧૯ બાદ તેઓ વનડેમાંથી નિવૃતિ લેશે.

હાલ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે જે ઓડીઆઈ સીરીઝ રમાવા જઈ રહી છે તેમાં પ્રથમ બે મેચો માટે ગેઈલને ટીમમાં સ્થાન મળ્યું છે. ત્યારે પ્રેક્ટિસ દરમિયાન તેમના દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ક્રિશ ગેઈલ વિશે વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝના જમાઈકામાંથી ઉદ્ભવિત થયેલા ક્રિશ ગેઈલ ૨૮૪ વનડે રમી ચૂકયો છે. જેમાં તેને ૯૭૨૭ રન ૩૭.૧૨ની એવરેજથી કર્યા છે. જેમાં તેને ૨૩ સેન્ચ્યુરી અને ૪૯ અર્ધ સેન્ચ્યુરી બનાવી છે.

તેના સ્કોર વિશે વાત કરવામાં આવે તો તેનો હાઈએસ્ટ સ્કોર ૨૧૫ રનનો રહ્યો છે જે તેને ૨૦૧૫ના વર્લ્ડકપમાં ઝીમ્બાબ્વે ખાતે કેંગબેરેમાં બનાવ્યા હતા. વર્લ્ડકપમાં તે પ્રથમ ડબલ સેન્ચ્યુરી માનવામાં આવે છે જેમાં તેના સાથી ખેલાડી માર્લોન સેમ્યુલ્સ સાથે ૩૭૨ રનની ભાગીદારી નોંધાવી હતી જે સૌથી મોટી ભાગીદારી વિશ્વકપમાં માનવામાં આવી રહી છે.

વર્લ્ડ કલાસ ક્રિકેટમાં ક્રિશ ગેઈલ એકમાત્ર બેટ્સમેન બન્યો છે કે જેણે ૩ સેન્ચ્યુરી એક ટેસ્ટમાં, વનડેમાં ડબલ સેન્ચ્યુરી અને સેન્ચ્યુરી નોંધાવી છે. ક્રિશ ગેઈલ યુનિવર્સલ બોશ તરીકે સુપ્રસિધ્ધ થયો છે જેને ૧૦૩ ટેસ્ટ મેચ અને ૫૨ મેચો રમ્યા છે. ૨૦૦૬ની ચેમ્પીયન્સ ટ્રોફીમાં તે પ્લેયર ઓફ ધ ચેમ્પીયન ટ્રોફી તરીકે નામાંકીત થયો હતો જેમાં તેણે ૮ મેચમાં ૩ સેન્ચ્યુરી નોંધાવી ૪૭૪ રન બનાવ્યા હતા અને તે ટ્રોફીમાં ૮ વિકેટ પણ ઝડપી હતી. ત્યારે તેની વનડેમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય વેસ્ટ ઈન્ડિઝને ઘણા ખરા અંશે પ્રભાવીત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.